સુરત : કોરોના લોકડાઉનના સમયથી ઠપ્પ થયેલા મંડપ, ડ્ઢત્ન,ડેકોરેટર્સ સહિતનાએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. નવરાત્રિ નહી ને ચૂંટણીના પ્રચારને મંજૂરી સાથેના સવાલો કરતાં બેનરો સાથે રોષ પ્રગટ કર્યો હતો. સાથે ઠપ્પ થયેલા ધંધા ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. લોકડાઉનને કારણે હજારો લગ્નો રદ થયા છે અને લગ્નમાં એક સાથે જોડાયેલા અનેક વ્યવસાય જેવા કે હોલ અથવા પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજર, બગી, બેન્ડ વાજા, ડીજે, કેટરર્સ વગેરે ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ ધંધા ફરીથી શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે.
કોરોનાને કારણે તેમનો સંપૂર્ણ વ્યવસાય બંધ રહેતા તેમણે બગી,ડ્ઢત્ન,મંડપ અને લાઈટ વગેરે સાધનો માટે લીધેલી લોન ભરવામાં પણ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જ્યારે એક પછી એક દરેક વ્યવસાયને સરકાર દ્વારા ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સાથે અન્યાય ન કરવામાં આવે એવી માંગ આવેદનમાં કરવામાં આવી છે.