USA : અમેરિકામાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બિડેને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જાતિવાદી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે,જેવી રીતે ટ્રમ્પ લોકોની ત્વચાના રંગને આધારે, રાષ્ટ્રીયતાના આધારે અને તેઓ ક્યાંથી આવે છે તે લોકો સાથે વાત કરે છે તે ખૂબ જ ખરાબ છે. આવું કોઇપણ રાષ્ટ્રપતિએ કર્યું નથી.
બિડેને સેવા કર્મચારી આંતરરાષ્ટ્રીય સંધ દ્વારા આયોજીત એક ઓનલાઇન કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું છે. બિડેને ટ્રમ્પની ટીકા કરી હતી. તેણે જાતિવાદ ફેલાવવા માટે ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ટ્રમ્પ જેવી રીતે લોકોના રંગ તેમજ તેમના રાષ્ટ્રને લઇને વ્યવહાર કરે તે ખૂબ જ દુઃખદ બાબત છે.તેમણે કહ્યું કે, કોઇપણ રાષ્ટ્રપતિએ આવું કર્યું નથી. અહીં જાતિવાદી લોકો છે. બિડેને કહ્યું કે, ટ્રમ્પ જાતિવાદનો ઉપયોગ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા તેમજ તેમની નિષ્ફળતાઓને છુપાવવા કરી રહ્યા છે.
- Nilesh Patel