Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવતી અદાલત : જેલમાં જ રહેવું પડશે…

અભિનેત્રીના ભાઈ તથા અન્ય ચાર આરોપીઓની અરજી પણ નકારાઈ : જેલમાં જ રહેવું પડશે…

મુંબઈ : બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતના અપમૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં ગિરફતાર થયેલ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની જામીન અરજી ખાસ કોર્ટે ફગાવી દીધી છે.

રિયા અને તેનો ભાઈ હાલ 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં છે અને તેઓે જામીન અરજી કરી હતી તેના પરનો ચૂકાદો આજે આવી ગયો છે. ખાસ સેશન્સ કોર્ટે રિયા અને તેના ભાઈ ઉપરાંત દિપક સાવંત અને સેમ્યુઅલ મિરાંડાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. દિપક અને સેમ્યુઅલની અગાઉ જ ધરપકડ થઇ ગઇ હતી અને રિયાની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

નાર્કોટીક બ્યુરો દ્વારા આ તમામની ધરપકડ કરાયા બાદ તેમને મુંબઈની ભાયખલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. રિયાના ધારાશાસ્ત્રીએ કહ્યું કે નાર્કોટીક બ્યૂરો કોઇ પૂરાવા વગર સમગ્ર તપાસને આગળ ધપાવી રહી છે. જો કે હવે હાઈકોર્ટમાં રિયા તથા અન્ય લોકો જામીન અરજી કરે તેવા સંકેત છે.

Related posts

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટ ગેંગસ્ટરનું પાત્ર ભજવશે…

Charotar Sandesh

મમતા બેનર્જી આગબબૂલા : “અમારી સાથે ટકરાશે, તેમના ભૂકેભૂકા થઇ જશે..!”

Charotar Sandesh

એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ ભારત : પોલીસ સૌથી ભ્રષ્ટ..!! : સર્વે રિપોર્ટ…

Charotar Sandesh