Charotar Sandesh
ગુજરાત

ડ્રીમ પ્રોજેક્ટ થંભ્યો : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતા…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્વપ્ન સમાન એવો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બ્રેક લાગી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમયસર કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. કોરોના મહામારીના કારણે જમીન સંપાદનનું કામ વિલંબિત થયું છે. હવે આ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થશે.

દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પ્રોજેક્ટ માટે ૬૩ ટકા જમીનો હસ્તગત કરી લીધી છે. જેમાં ગુજરાતમાં લગભગ ૭૭ ટકા જમીન, દાદર નગર હવેલીમાં ૮૦ ટકા અને મહારાષ્ટ્રની ૨૨ ટકા જમીન છે. અધિકારીઓએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતમાં નવસારી જેવા વિસ્તારોમાં જમીન સંપાદનને લગતા કેટલાક મુદ્દાઓ હજુ પણ છે. ગયા વર્ષે કંપનીએ ૯ જાહેર કામોના ટેન્ડરો મંગાવ્યા હતા. પરંતુ જમીન વિવાદ અને કોરોનાના કારણે ખોલી શકાયા નથી. વધતા ખર્ચ અને ટેન્ડર રદ થવાને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.

એક અંદાજ મુજબ રેલ્વે હવે આ પ્રોજેક્ટ ઓક્ટોબર ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરી શકશે. પહેલાં બુલેટ ટ્રેનના આ ડ્રીમ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર ૨૦૨૩માં પૂર્ણ થવાનું હતું.

આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ થયું નથી. આ માટે આ માટે ૪૩૦ હેક્ટર જમીનની જરૂર છે, પરંતુ અત્યાર સુધી માત્ર ૧૦૦ હેક્ટર જમીન સરકારને મળી છે. બીજી તરફ, ગુજરાતમાં રાજ્ય સરકારના સહકારને લીધે જમીન સંપાદનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે વર્ષના અંત સુધીમાં તેને સરકારને ૧૦૦૦ હેક્ટર જમીન મળશે. એનએચએસઆરસીએલના પ્રવક્તા કહે છે કે અત્યાર સુધીમાં તેઓને ૩૪૫ કિમી માટે જમીન મળી છે. આ આખી લાઇન ૫૦૮ કિમી લાંબી છે.

Related posts

ધાનાણીના ગઢમાં ગાબડું, ભાજપની બેઠકમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

ધો.૧૦, ૧૨ બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓને ઓનલાઇન અપાશે…

Charotar Sandesh

દિવાળી પર માવઠાંથી ડાંગર, મગફળી, કપાસના પાકને નુકસાન…

Charotar Sandesh