ખેડા : જીલ્લા પ્રસિદ્ધ તીર્થ વડતાલ મંદિર દ્વારા તાઉ તે વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મસાલા પુરી, ગાંઠિયા અને મીઠાઈ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ તૈયાર કરવાની કામગિરિ શરૂ છે. અત્યારે ત્રણેક હજાર ફુડ પેકેટ તૈયાર થઈ ગયા છે. મંદિર અને સત્સંગીઓએ સહિયારો પુરુષાર્થ કરીને સેવાનો લાભ લીધો છે.
ડો સંત સ્વામી મુખ્યકોઠારીશ્રીએ જણાવ્યું હતું કે, આ સેવાનો અવસર છે. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય . વડતાલ સંસ્થા આવા સેવા કાર્યોને સૌભાગ્ય માને છે. અમારા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અમે આ સેવાઓ કરીએ છીએ. આજે સેવકોને પૂ નૌતમપ્રકાશદાસજી સ્વામી – સત્સંગ મહાસભા પ્રમુખશ્રી, પૂ ગોવિંદપ્રસાદ સ્વામી – મેતપુરવાળા વેગેરે સંતોએ સેવા કરતા સેવકોને પ્રેરણાબળ પુરૂ પાડ્યું હતું. શ્યામવલ્લભ સ્વામી અને મુનિવલ્લભ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું હતું.