ન્યુ દિલ્હી : સુપ્રીમ કૉર્ટે આધાર કાર્ડ સાથે જોડાયેલા ના હોવાના કારણે લગભગ ત્રણ કરોડ રેશન કાર્ડ રદ્દ કરવાને લઇને બુધવારના ‘અત્યંત ગંભીર’ મુદ્દો ગણાવ્યો અને આ મામલે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એ.સી. બોપન્ના તેમજ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યનની બેંચે કહ્યું કે, આને વિરોધાત્મક મુદ્દાની રીતે ના જોવું જોઇએ, કેમકે આ ઘણો ગંભીર મામલો છે. બેંચે કહ્યું કે, આ મુદ્દે અંતિમ સુનાવણી થશે.
બેંચે કહ્યું કે, “અમે તમારી પાસે (કેન્દ્રથી) આધાર કાર્ડ મુદ્દાના કારણે જવાબ માંગી રહ્યા છીએ. અમે છેલ્લે આના પર સુનાવણી કરીશું. નોટિસ જાહેર કરવામાં આવે, જેના પર ૪ અઠવાડિયામાં જવાબ આપવામાં આવે.” લેખીએ કહ્યું કે આ મામલે નોટિસ પહેલા જ જાહેર કરી દેવામાં આવી છે અને કેન્દ્રનો જવાબ રેકૉર્ડમાં છે. ગોંજાલ્વિસે કહ્યું કે, નોટિસ મુખ્ય અરજી પર નહીં, પરંતુ વૈકલ્પિક ફરિયાદ નિવારણ પર જાહેર કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, “મુખ્ય મુદ્દો ત્રણ કરોડ રેશન કાર્ડ રદ્દ કરવા અને ભૂખથી મોત થવાનો છે.” સુપ્રીમ કૉર્ટે ૯ ડિસેમ્બર ૨૦૧૯માં માન્ય આધાર કાર્ડ ના હોવા પર રેશનથી વંચિત કરવાના કારણે લોકોના મોતના આરોપને લઇને તમામ રાજ્યો પાસે જવાબ માંગ્યો છે. આ અરજી દેવીએ દાખલ કરી છે, ઝારખંડમાં જેની ૧૧ વર્ષની દીકરી સંતોષીનું ભૂખ્યા રહેવાના કારણે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના મોત થઈ ગયું હતુ. સંતોષીની બહેન ગુડિયા દેવી આ કેસમાં સંયુક્ત યાચિકાકર્તા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક અધિકારીઓએ તેમનું રેશન કાર્ડ આધાર કાર્ડથી જોડાયેલું ના હોવાના કારણે રદ્દ કરી દીધું હતુ.
આ કારણે તેમના પરિવારને માર્ચ ૨૦૦૭થી રેશન મળવાનું બંધ થઈ ગયું અને આખો પરિવાર ભૂખ્યા રહેવા પર મજબૂર થયો. તેમની દીકરી સંતોષીનું ભોજન ના મળવાના કારણે મોત થઈ ગયું. સુનાવણીની શરૂઆતમાં અરજીકર્તા કોયલી દેવી તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોંજાલ્વિસે કહ્યું કે, અરજી એક મોટા મુદ્દાને ઉઠાવે છે. સીજેઆઈએ કહ્યું કે, “મુંબઈ હાઇકોર્ટમાં પણ મારી સામે આવા પ્રકારનો કેસ આવ્યો હતો. મને લાગે છે કે આ કેસ સંબંધિત કૉર્ટમાં દાખલ કરવો જોઇતો હતો.” બેંચે વકીલથી કહ્યું કે, તેમણે કેસનો વ્યાપ વધારી દીધો છે.