મુંબઇ : તાપસી પન્નુની ફિલ્મ થપ્પડ ફ્લોપ પૂરવાર થઈ ચુકી છે. ફિલ્મના વિવેચકોએ ફિલ્મને બહુ વખાણી હતી પણ દર્શકોને આ ફિલ્મ પ્રભાવિત કરી શકી નથી.
બોક્સ ઓફિસ પર ઉંધા માથે પિટાઈ ગયેલી ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિંહાએ પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો હતો અને ફિલ્મને બેકાર કહેનારા લોકોને ગંદી ગાળો આપી હીતી.
આ પહેલા પણ અનુભવ સિંહાએ મુલ્ક અને તુમ બીન જેવી ફિલ્મો બનાવી હતી.જે બોક્સ ઓફિસ પર ખાસ ઉકાળી શકી નહોતી. એ પછી થપ્પડ પર તેને બહુ આશા હતી.
અનુભવ સિંહાની ફિલ્મને એક ફિલ્મી વેબસાઈટે ફ્લોપ ગણાવીને કોમેન્ટ કરી હતી કે, દર્શકોએ ફિલ્મને જ થપ્પડ મારી છે ત્યારે આ કોમેન્ટ પર અનુભવ સિંહાએ અંગ્રેજી ભાષાની ગંદી ગાળો લખી હતી. ફિલ્મની ટીકા કરનારા યુઝર્સને મા સમાનની ગાળો સિન્હાએ આપી હતી.
જોકે યુઝર્સે ઉલટાનુ અનુભવ સિંહાને તેના આ વર્તાવ બદલ વધારે ખરી ખોટી સંભળાવી હતી. ડાયરેકટરને જોકે બાદમાં ભાન થયુ હતુ કે પોતે ખોટો છે એટલે તેણે પોતાની ભાષા માટે ટિ્વટ કરીને માફી માંગી હતી.