વડોદરા : વડોદરામાં હાલ દશામાંના વ્રતની ઉજવણી થઇ રહી છે. કોરોનાની મહામારીના કારણે મ્યુનિસિપલ કમિશનરે દશામાંની મૂર્તિઓનું તળાવો, નદીઓ અને નાળાઓમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ મુકતા વિવાદ સર્જાયો છે, ત્યારે વિવિધ સંગઠનો દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો તૈયાર કરવા તેમજ જાહેરનામુ પરત ખેંચવા માટેની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચા લઇ પહોંચ્યા હતા. વડોદરામાં દશામાં વ્રતની ઉજવણી થઇ રહી છે. દર વર્ષે આ વખતે પણ ૯ હજાર જેટલી નાની-મોટી દશામાં મૂર્તિઓની સ્થાપના થઇ છે. આગામી બુધવારે દશામાંનું વિસર્જન થનાર છે,
ત્યારે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ દશામાંની મૂર્તિઓના વિસર્જન તળાવો, નદીઓ અને નાળાઓમાં કરવા ઉપર પ્રતિબંધ મુકતા વિવાદ સર્જાયો છે. અને મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામાના વિરોધમાં વિવિધ સંગઠનો મેદાનમાં આવ્યા છે. આજે વિવિધ સંગઠનો ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા. અને પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરીને દશામાંની મૂર્તિઓના વિસર્જન અંગે યોગ્ય નિર્ણય લેવા માટે માંગણી કરી હતી.
યુથ કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે, દશામાંની મૂર્તિ વિસર્જનને લઇ વડોદરામાં કમિશનરના જાહેરનામાનો વિરોધ…દશામાંની મૂર્તિઓના વિસર્જન અંગે બહાર પાડેલું જાહેરનામુ ગેરકાયદેસર છે. અમારી માંગણી છે કે, પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે. શ્રદ્ધાળુઓ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરીને દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરશે. તેવી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે.