ગોપાલ ક્રૃષ્ણને સીબીઆઇએ જીએસટી સાથેના મામલે બે લાખની લાંચ લેતાં ઝડપ્યા…
ન્યુ દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીના બે દિવસ રહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ ૨ લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ગુરુવારે રાતે દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે તે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાર્ ંજીડ્ઢ(ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) છે. બાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન હેડક્વાર્ટરમાં તેની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. જોકે હજી લાંચ લેવાના કેસમાં સિસોદિયાની કોઈ ભૂમિકા પ્રકાશમાં આવી નથી. આ વિશે મનીષ સિસોદિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે, સીબીઆઇ તેને ઝડપથી કડક સજા કરે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી અધિકારીનું નામ ગોપાલ કૃષ્ણ માધવ છે. તેને ૨૦૧૫માં સિસોદિયાનો ઓએસડી બનાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે તેને મોડી રાતે એક ટ્રેપ ગોઠવીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ત્યારે તે જીએસટી સાથે જોડાયેલા એક મામલાની પતાવટના બદલામાં ૨ લાખ રૂપિયા લઈ રહ્યો હતો.
શુક્રવારે ટિ્વટર પર મનીષ સિસોદિયાએ લખ્યું કે મને જાણવા મળ્યું છે કે સીબીઆઇએ એક જીએસટી ઈન્સપેક્ટરને લાંચ લેતા પકડી પાડ્યા છે. આ અધિકારી મારી ઓફિસમાં ઓએસી તરીકે હતા. સીબીઆઇએ તેમને તાત્કાલિક સખ્ત સજા અપાવવી જોઈએ. આવા ઘણા ભષ્ટ્ર અધિકારીઓને મેં પોતે ૫ વર્ષમાં પકડાવ્યા છે.