અરવિંદ કેજરીવાલને સામાન્ય તાવ અને ગળામાં ખરાશની તકલીફ, તમામ મીટિંગો રદ કરી…
ન્યુ દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી થઈ છે. કેજરીવાલને ગઈ કાલથી સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખરાશની તકલીફ છે.
સૂત્રોએ કહ્યું કે, હવે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ગઈ કાલ બપોરથી દરેક મીટિંગો રદ કરી દીધી છે અને કોઈની સાથે મુલાકાત કરી નથી. તેમણે પોતાની જાતેને હાલ હોમ આઈસોલેટ કરી દીધા છે.