કોરોના વેક્સિન મુદ્દે મળેલી બેઠકમાં કેજરીવાલે વડાપ્રધાન સમક્ષ કહ્યું
કેજરીવાલે કેન્દ્ર સરકાર સમક્ષ ૧૦૦૦ વધારે આઇસીયુ બેડની માંગ કરી
ઉદ્ધવ ઠાકરોએ વડાપ્રધાનને કોરોના વેક્સિનના વિતરણ માટે બનાવવામાં આવેલ ટાસ્ક ફોર્સની માહિતી આપી
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યના મુખ્યમંત્રીઓની વચ્ચે બેઠક કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં દિલ્હી, ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રી સામેલ છે.
બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ પ્રદૂષણ છે. તેમણે વડાપ્રધાનને પરાળ સળગાવવા મુદ્દે દખલ કરવાની માંગ કરી છે. સાથે જ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં નવા આઇસીયુ બેડ માટે તાત્કાલિક ૧૨૦૦ બાઇપેપ મશીન ખરીદવા માટે આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને રાજધાનીમાં ૧૦૦૦ વધારે આઈસીયુ બેડની માગ કરી છે.
બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, યુરોપ અને અમેરિકામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં પર રોજ આવતાં કેસોમાં વધારો થયો છે. આથી આપણે પણ નિયમોને લઇને સાવધાની રાખવી પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું હંમેશા ધ્યાન રાખવું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વેક્સિનના વિતરણ માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સની માહિતી આપી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ટાસ્ક ફોર્સ તૈયાર છે. જો રાજ્યમાં કોવિડ વેક્સિનના વિતરણ પર કામ કરી રહી છે. ઉપરાંત તેઓ સીરમ ઇન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાના સંપર્કમાં પણ છે.
બેઠકમાં પીએમએ હરિયાણાના સીએમને કોરોનાના આંકડાથી વધુ તેના વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલા વિશે જણાવવા કહ્યું. પીએમએ કહ્યું કે, અમને આંકડા ન બતાવો. કોરોના વિરુદ્ધ રાજ્ય સરકારે શું પગલાં લીધા છે. તેના વિશે માહિતી આપો.
ઉલ્લેખનીય છે કે, બેઠકમાં દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સ્થિતિ કન્ટ્રોલ કરવા પર ફોકસ કરાઇ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૯૧.૭૭ લાખને વટાવી ગયો છે.