Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં ત્રણ મહિનાની અંદર રેલ લાઇન આસપાસની ૪૮ હજાર ઝૂંપડપટ્ટી હટાવવા સુપ્રિમનો આદેશ…

દિલ્હીમાં ૧૪૦ કિલોમીટર લાંબી રેલ લાઇનમાં ઝુંપડપટ્ટી છે…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાની અંદર નવી દિલ્હીમાં ૧૪૦ કિલોમીટર લાંબી રેલ લાઈનની આસપાસના આશરે ૪૮ હજાર ઝૂપડા હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ અંગે કોઈ અદાલત સ્ટે પણ ન આપે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેલવે લાઇનની આસપાસ દબાણ સંબંધે જો કોઈ અદાલત વચગાળાનો આદેશ જાહેર કરશે તો તે પ્રભાવી નહીં રહે.
રેલવેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, દિલ્હી એનસીઆરમાં ૧૪૦ કિલોમીટર લાંબી રેલવે લાઈનની સાથે ઝૂપડાવાસીઓનું દબાણ છે. જેમાં ૭૦ કિલોમીટર લાઈનની સાથે આશરે ૪૮૦૦૦ ઝૂપડાઓ આવેલા છે. રેલવેએ કહ્યું કે, એનજીટીએ ઓક્ટોબર ૨૦૧૮માં ઝૂંપડા હટાવવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ રાજકીય કારણોસર રેલવે લાઈન આસપાસથી દબાણ હટાવી શકાયું નથી.
રેલવેએ કહ્યું, આમાંથી ઘણા દબાણ રેલવેના સુરક્ષા ઝોનમાં છે. જે ઘણું ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, ઝૂંપડા હટાવવા આયોજનબદધ કામ કરવામાં આવે. રેલવે સુરક્ષા ઝોનમાં સૌથી પહેલા દબાણ દૂર કરવામાં આવે, આ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, રેલવે લાઈનની આસપાસ દબાણ દૂર કરવામાં કોઈપણ રાજકીય દબાણ કે દખલગીરીને ચલાવી લેવામાં આવશે નહીં.

Related posts

સેનાના નામે મત માંગવાના લીધે પૂર્વ સૈનિકો નારાજ, રાષ્ટપતિને પત્ર લખ્યો

Charotar Sandesh

જીએસટી રિફંડની પ્રક્રિયા શરૂ, સીધું વેપારીઓના એકાઉન્ટમાં જમા થશે…

Charotar Sandesh

કાશ્મીરમાં નફરત ફેલાવનારા લોકો ક્યારેય સફળ નહી થઇ શકે : મોદી

Charotar Sandesh