Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં ફરી એક વખત કેજરીવાલનું રાજ, ભાજપનો ધબડકો : સર્વેક્ષણ

ટાઈમ્સ નાઉનો સર્વેઃ ‘આપ’ને ૫૪-૬૦ બેઠકો, ભાજપને ૧૦-૧૪ બેઠકો, કોંગ્રેસને ૨ બેઠકો મળવાની શકયતાઃ લોકસભાની ચૂંટણી યોજાય તો તમામ ૭ બેઠકો ભાજપને મળે…

નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એક વખત અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બની શકે છે.

ટાઈમ્સ નાઉ-આઈપીએસઓએસના સર્વેક્ષણ અનુસાર દિલ્હીમાં આપની સ્થિતિ ઘણી મજબુત છે અને આ ચૂંટણીમાં તેને ૫૪થી ૬૦ બેઠકો મળી શકે છે તો ભાજપને માત્ર ૧૦થી ૧૪ બેઠકોથી સંતોષ માનવો પડશે. સર્વેક્ષણ અનુસાર કોંગ્રેસને પણ માત્ર બે બેઠકો મળશે. દિલ્હીમાં વિધાનસભાની ૭૦ બેઠકો છે. સર્વે અનુસાર જો દિલ્હીમાં અત્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ તો તમામ ૭ બેઠકો ભાજપ જીતી શકે છે.

સર્વે અનુસાર ભાજપને ૩૪ ટકા વોટ મળી શકે છે તો આપને ૫૨ ટકા વોટ મળી શકે છે. ભાજપને ૧.૭ ટકા વોટ શેયરનો લાભ મળી શકે છે. ૨૦૧૫ના ચૂંટણીના મુકાબલે આપના વોટ શેયરમાં ૨.૫ ટકાનું નુકશાન થઈ રહ્યુ છે. જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ તો ભાજપને ૪૬ ટકા વોટ મળી શકે છે જ્યારે આપને ૩૮ ટકા વોટ મળી શકે છે. નરેન્દ્ર મોદી પીએમ પદ માટે પસંદગીના ઉમેદવાર છે. પોલ અનુસાર ૭૫ ટકા વોટ સાથે પીએમ પદ માટે મોદી લોકોની પસંદ છે જ્યારે રાહુલને માત્ર ૮ ટકા લોકો પસંદ કરે છે.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૩.૨૬ લાખ કેસ નોંધાયા…

Charotar Sandesh

આપણી વેક્સિને સમગ્ર દુનિયાને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો : PM મોદી

Charotar Sandesh

NCB Raid : બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત

Charotar Sandesh