Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં ૭૫ ટકા કોરોનાના કેસ લક્ષણો વગરના, ઘરે સારવાર અપાય છે : કેજરીવાલ

ન્યુ દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના ૭૫ ટકા કેસો ઓછા લક્ષણો સાથેના (માઈલ્ડ) અથવા લક્ષણો વગરના હોવાનું જણાયું છે. આ ઉપરાંત રાજ્ય પાસે એમ્બ્યુલન્સ પુરતી નહીં હોવાથી ખાનગી હોસ્પિટલ્સની એમ્બ્યુલન્સને વપરાશમાં લેવા માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે.

કેજરીવાલે મીડિયા સાથે ઓનલાઈન વાતચીત કરતા કહ્યું કે, રાજ્ય સરકારને જ્યારે જરૂર પડશે ત્યારે ખાનગી એમ્બ્યુલન્સની સેવા લઈ શકશે. દિલ્હી સરકારે માઈલ્ડ કોરોના દર્દીઓને તેમના ઘરે જ સારવાર કરવાની વ્યવસ્થા ગોઠવી છે જે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ છે. દિલ્હીમાં ૬,૯૨૩ કોરોના દર્દીઓ પૈકી ૧,૪૭૬ દર્દીઓને જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે બાકીના તમામ દર્દીઓને માઈલ્ડ લક્ષણો અખથવા લક્ષણો નહીં હોવાથી તેમની સારવાર ઘરેબેઠા થઈ રહી છે.

અમારી ટીમ દર્દીઓના ઘરે જઈને એ પણ ચકાસણી કરી રહી છે કે આવા હવળા લક્ષણો સાથેના દર્દીઓ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે કે કેમ તેમ દિલ્હીના સીએમે જણાવ્યું હતું. જો આવા દર્દીઓ પાસે તેમના ઘરમાં અલગ રૂમની વ્યવસ્થા ના હોય તો અમે તેમને કોવિડ ૧૯ કેર સેન્ટરમાં દાખલ થવાનું જણાવીએ છીએ. કોરોના સામેની જંગમાં ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સની પણ મદદ લેવાનો નિર્ણય સરકારે કર્યો છે તેમ કેજરીવાલે જણાવ્યું હતું.

Related posts

ટ્‌વટર પર ૧૧ મિલિયન ફોલોઅર સાથે ભાજપ બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

Charotar Sandesh

કર્ણાટકમાં કોરોનાનો કહેર વધ્યો : એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થી પોઝિટિવ

Charotar Sandesh

દક્ષિણના રાજ્યોમાં પૂરનો કહેર, ત્રણ દિવસમાં ૯૩ના મોત…

Charotar Sandesh