Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ : સવારે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી…

ન્યુ દિલ્હી : સ્કાય મેટના અહેવાલ મુજબ આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના ૧૫થી વધુ શહેરોમાં ગાઢધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે.દિલ્હી અને એનસીઆરમાં શનિવારે તાપમાનમાં વધારા સાથે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. એર ક્વોલિટી ઇંડેક્સ અત્યંત ખરાબ સ્તર પર પહોંચી ગયો છે. ગાઢ ધુમ્મસને કારણે લોકોને સવારે પણ પોતાના વાહનની લાઇટો ચાલુ રાખીને રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. ગાઢ ધુમ્મસને કારણે આગ્રા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકોનાં મૃત્યુ થયાં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં વરસાદ પાડવાની શક્યતા છે, જ્યારે સ્કાઈમેટનું માનવું છે કે ઉત્તર ભારતના ૧૫થી વધુ શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે.
ઈન્ડિગોએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર તેના વિમાનના ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીઓ આવી હતી. કેટલીક ફ્લાઇટ્સના સમયપત્રકને પણ અસર થઈ હતી. જોકે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે લો વિઝિબિલિટી હોવા છતાં વિમાનોની અવર-જવર સામાન્ય રીતે ચાલુ રહેશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે, દિલ્હી-એનસીઆરમાં ગાઝિયાબાદની હવા સૌથી ખરાબ છે. અહીં એર ક્વોલિટી ઇંડેક્સ ૩૭૨ સુધી પહોંચી ગયો છે. ગ્રેટર નોઇડામાં ૩૫૨, દિલ્હીમાં ૩૪૧, ગુરુગ્રામમાં ૩૪૭ અને ફરિદાબાદમાં ૩૨૬ના ભયજનક સ્તરે પહોંચી ગયો છે.
સીપીસીબીનું અનુમાન છે કે હવાની ગતિમાં ઘટાડો થવાને કારણે હાલમાં લોકોને પ્રદૂષણથી રાહત મળવાની કોઈ શક્યતાઓ જોવા મળતી નથી. આગામી બે દિવસ વચ્ચે પ્રદૂષણનો સ્તર આની આસપાસ જ રહેવાની સંભાવના છે. શનિવારે દિલ્હી-એનસીઆરનું હવામાન સામાન્ય હતું. લોકોને ઠંડી અને શીતલહેરથી તો રાહત મળી છે, પરંતુ ચિંતાજનક પ્રદૂષણના સ્તરને કારણે હવા ઝેરી બની હતી. દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ધોરણો પ્રમાણે ૩ ગણો વધારે છે. સીપીસીબીના જણાવ્યા મુજબ, દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો સ્તર ૩૦૦ને પાર પહોંચી ગયો છે, એ ’ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે.

Related posts

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ૨૪ કલાકમાં ૫ આતંકીઓ ઠાર

Charotar Sandesh

બે હજાર કરોડનું દેવુ ચૂકવવા અનિલ અંબાણી સબસિડરી કંપનીમાંની હિસ્સેદારી વેચશે…

Charotar Sandesh

ભારત બ્રિટેનને પછાડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

Charotar Sandesh