Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી ચૂંટણીમા ૬૦ ટકાથી વધુ મતદાન : મંગળવારે પરિણામ…

રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ રાજકીય નેતાઓએ મતદાન કર્યું…

શરૂઆતમાં મતદાનમાં નિરાશા, બપોર બાદ વધારો નોંધાતા રાજકીય પક્ષમાં હાશકારો, શાહિનબાગમાં પણ ઊંચુ મતદાન થયાની શક્યતા…

ન્યુ દિલ્હી : ભાજપ અને “આપ” પાર્ટી માટે પ્રતિષ્ઠાના જંગ સમાન દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે એક જ તબક્કાની સામાન્ય ચૂંટણી-૨૦૨૦ માટે આજે સવારના ૮ વાગ્યાથી શાંતપૂર્ણ વાતાવરણમાં ભારે પોલીસ સુરક્ષા વચ્ચે મતદાનની પ્રક્રિયા આરંભાઇ હતી. સાંજે ૬ વાગે મતદાન પુરૂ થયું ત્યાં સુધીમાં ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જો કો લાંબી લાઇનો હોવાથી મતદાન મથકની અંદર જેઓ લાઇનમાં ઉભા છે તેમને ૬ વાગ્યા પછી પણ મતદાન કરવા દેવાને કારણે મતદાનની ટકાવારી ૬૦ ટકાથી ઉપર જઇ શકે છે. ગઇ વખતે ૬૭.૪૭ ટકા મતદાન નોંધાયું હતું. કુલ ૭૦ બેઠક માટે ૬૭૨ ઉમેદવાર મેદાનમાં છે. દિલ્હીમાં અંદાજે ૧.૪૭ કરોડ મતદારો નોંધાયા છે, જે પૈકી ૮૧ લાખથી વધુ પુરુષ અને અંદાજે ૬૬ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપના સિનિયર નેતા એલકે અડવાણી, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી-રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત સંખ્યાબંધ નેતાઓએ જે તે મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે જઇને મતદાન કર્યું હતું. ૧૧મીએ મતગણતરી હાથ ધરાશે.
આજે મતદાન શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટ્‌વીટ કરીને લોકશાહીને મજબૂત બનાવવા વધુ મતદાનની અપીલ કરી હતી. આપ સરકારના સીએમ અરવિંદ કેજરીવાલે મતદાન પહેલા મહિલાઓને મતદાન માટે કરેલી ટ્‌વીટને લઇને ભાજપે તેનો વિરોધ કર્યો હતો તો ભાજપના નેતા મનોજ તિવારીએ કેજરીવાલ દ્વારા હનુમાન મંદિરની મુલાકાતને લઇને કરેલી ટીપ્પણીને લઇને પણ વિવાદ સર્જાયો હતો. દિલ્હીમાં ઝ્રછછ વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગ કે જે ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે ત્યાં પાંચ પોલિંગ બૂથ છે. અહીં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે. ત્યાં પણ મતદાન થઇ રહ્યું હતું. લોકસભાની સરખામણીએ ઓછું મતદાન શરૂઆતમાં નોંધાયું હતું. દિલ્હીમાં છેલ્લા ત્રણ-ચાર કલાકનો વોટિંગ ટ્રેન્ડ જોઈએ તો લોકસભાની સરખામણીએ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારે ૯ વાગ્યા સુધીમાં ૦.૭૪% મતદાન થયું તો ૧૧ વાગ્યા સુધીમાં ૧૭.૦૩ ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે લોકસભા ચૂંટણી વખતે આ આંકડો અંદાજે ૨૧ ટકા હતો. જો કે આજે બપોરબાદ મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો હતો અને ૫ વાગ્યા સધી ૪૫ ટકા મતદાન નોંધાયું હતું.
દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારથી જ રાજકિય પક્ષોના કાર્યકરો મતદાન મથકોની નજીક પહોંચી ગયા હતા અને મતદારોને મતદાન મથક અંગે માર્ગદર્શન આપી રહ્યાં હતાં. દિલ્હીમાં રહેતા ભાજપના સીનિયર નેતા એલ.કે અડવાણી અને તેમની દીકરી પ્રતિભા અડવાણીએ મતદાન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ મતદાન કર્યું હતું.. સોનિયા ગાંધીએ નિર્માણ ભવન બૂથમાં મતદાન કર્યું. જ્યારે પ્રિયંકા ગાંધીએ લોધી સ્ટેટમાં મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, પોતાના અધિકારો સ્પષ્ટ કરો અને મતદાન કરો. તેમના પુત્ર રેહાને ૧૮ વર્ષ પૂરા થતાં આજે પ્રથમવાર મતદાન કર્યું હતું.
દિલ્હીમાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૪.૩૩ ટકા લોકોએ મતદાન કર્યું હતું. દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં બનેલા વોટિંગ બુથ પર જો કે લાંબી લાઈનો જોવા મળી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે તેમના પરિવાર સાથે સિવિલ લાઈન્સના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. આ વખતે પણ સીએમ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટથી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ બીજેપીના સુનીલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સબ્બરવાલ ચૂંટણી લડી રહ્યા છે.
દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ ટૈગોર ગાર્ડન એક્સટેન્શનમાં મતદાન કર્યું. અલકા લાંબા છછઁના પ્રહલાદ સિંહ સૈની અને બીજેપીની સુમન ગુપ્તા વિરુદ્ધ ચૂંટણી લડી છે. આ દરમિયાન અલકા લાંબા મજનૂંના ટીલા વિસ્તારમાં પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમના વિશે કોઇ અભદ્ર ટીપ્પણી કરતા ગુસ્સે થયેલા અલકા લાંબાએ તે ઉમેદવારને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો. અલકા લાંબાએ ઉમેદવારને પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર ભાનુમતિ, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, વિદેશ મંત્રી એસ જયશંકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, વિવાદી નિવેદન કરનાર બીજેપી નેતા પ્રવેશ શર્મા મુખ્યમંત્રી કેજરીવાલ વગેરેએ મતદાન કર્યું હતું. કેજરીવાલને તેમની માતાએ તેમને તિલક કર્યું ત્યારબાદ સીએમ પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યા હતા.

Related posts

ઇવીએમ એક હોલ સેલ ફ્રોડ, બેલેટ પેપર જ શ્રેષ્ઠ છે : સુબ્રમણ્યમ સ્વામીની સલાહ…

Charotar Sandesh

સરકાર પોતાને મત નહિ આપનારાઓનું પણ ધ્યાન રાખે : પ્રણવ મુખરજી

Charotar Sandesh

આવકવેરા વિભાગે ભોપાલમાંથી રૂ.૧૦૫ કરોડથી વધુની ૧૦૦ બેનામી સંપત્તિ મળી…

Charotar Sandesh