Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી પરિણામો ભાજપ માટે ખતરાની ઘંટી : મોદી મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ…

મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઇ હોવાની ચર્ચા…

બિહાર ચૂંટણીને જોતાં જેડીયૂને પણ મહત્ત્વ અપાય તેવી ચર્ચા,વાએસઆર કોંગ્રેસને લોકસભા ડેપ્યૂટી સ્પીકરનું પદ મળે તેવી શક્યતા…

ન્યુ દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી પરીણામો પછી ભાજપને ભવિષ્યનો ખતરો દેખાઈ રહ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરીણામો પછી મોદી દ્વારા કેબિનેટના પ્રથમ વિસ્તરણની હલચલો શરૂ થઈ ગઈ છે. બુધવારે આંધ્રપ્રદેશના સીએમ જગમોહન રેડ્ડી સાથે પીએમ મોદીની દોઢ કલાકની મુલાકાતને આ સાથે જોડવામાં આવી રહી છે.
આ ક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને પણ ધ્યાનમાં લેવાઈ રહ્યા છે. કહેવાય છે કે બજેટ સત્રના બીજા ચરણ પહેલા પ્રધાનમંત્રી પ્રથમ મંત્રી મંડળનું પહેલું વિસ્તાર કરી શકે છે. આ વિસ્તારણ પર બજેટ સત્ર પહેલા વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. દિલ્હી ચૂંટણીના પરિણામો બાદ બિન-કોંગ્રેસ વિરોધી પક્ષોની એકતા વધવાની સંભાવનાને પગલે હંગામો તીવ્ર બન્યો છે. ઉલ્લેખનીય છે કે સાથી પક્ષો સાથે તાલ રાખવા ઉપરાંત એનડીએની બહારના પક્ષોને સરકાર મદદ કરવા માંગે છે.
ભાજપ ઇચ્છે છે કે વાયએસઆર કોંગ્રેસને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવે. જો પક્ષ સહમત નહીં થાય, તો તેમને લોકસભાના ડેપ્યુટી સ્પીકરનું પદ આપી શકાય છે. જો જગન મંત્રી પદ માટે સંમત થાય, તો નવીન પટનાયકની બીજેડીને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.
મહત્વનું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી એ સમયે જ આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી. જેમાં મોદીના કટ્ટર શત્રુ ચંદ્રાબાબુ નાયડુને જગનમોહન રેડ્ડીએ પરાજય આપ્યો હતો. એટલું જ નહીં મોટાભાગના નેતાઓની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. એ પછી તુરંત રેડ્ડી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારથી અત્યાર સુધી પ્રધાનમંત્રી અને આંધ્રપ્રદેશના નેતા જગનમોહન રેડ્ડી વચ્ચે મીઠાશ ભર્યા સંબંધો છે. જેનું પરિણામ પણ તેમને ટૂંક સમયમાં મળી શકે તેવા એેંધાણ વર્તાય રહ્યા છે.

Related posts

ભારત-ચીન સરહદે સ્થિતિ નિયંત્રણમાં, નેપાળ સાથે મજબૂત સંબંધ : આર્મી ચીફ

Charotar Sandesh

અમ્પાયરોને પણ દંડ ફટકારવાનો નિયમ બનાવો : બીસીસીઆઇ કોષાધ્યક્ષ

Charotar Sandesh

શું ચીને ભારતીય જમીન પર કબ્જો જમાવ્યો? : રાહુલ ગાંધીના સરકાર પર પ્રહારો…

Charotar Sandesh