Charotar Sandesh
ઈન્ડિયા

દુનિયાભરમાં સૌથી વધુ રસીકરણ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત…

ભારતમાં અત્યાર સુધી ૩૨.૩૬ કરોડ, જ્યારે અમેરિકામાં ૩૨.૩૩ કરોડ ડોઝ અપાયા…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની રસીના ડોઝ લેવાની સંખ્યા ૩૨ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં રવિવારના ૧૭,૨૧,૨૬૮ ડોઝ લગાવવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધીની કુલ સંખ્યા ૩૨,૩૬,૬૩,૨૯૭ થઈ ગઈ છે. આ સાથે જ દુનિયાભરમાં ભારત સૌથી વધારે રસીકરણ કરનારો દેશ બની ગયો છે. ગ્લોબલ વેક્સિન ટ્રેકરના એક રિપોર્ટ પ્રમાણે બ્રિટન, અમેરિકા, ઇટાલી, જર્મની, ફ્રાન્સ અને ભારતમાં રસીકરણની ગતિ તેજ છે.
રસપ્રદ વાત એ છે કે ભારતમાં રસીકરણ આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી શરૂ થયું, જ્યારે બ્રિટનમાં ૮ ડિસેમ્બરના, અમેરિકામાં ૧૪ ડિસેમ્બર, ઇટાલી, જર્મની અને ફ્રાન્સમાં ૨૭ ડિસેમ્બરના રસીકરણની શરૂઆત થઈ. રિપોર્ટ પ્રમાણે સોમવાર ૨૮ જૂનની સવારે ૮ વાગ્યા સુધી બ્રિટનમાં ૭,૬૭,૭૪,૯૯૦, અમેરિકામાં ૩૨,૩૩,૨૭,૩૨૮, ઇટાલીમાં ૪,૯૬,૫૦,૭૨૧, જર્મનીએ ૭,૧૪,૩૭,૫૧૪ અને ફ્રાન્સમાં અત્યાર સુધી ૫,૨૪,૫૭,૨૮૮ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં આ સંખ્યા ૩૨,૩૬,૬૩,૨૯૭ છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઑનલાઇન અને ઑનસાઇટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા છે. વેક્સિનેશન કરાવનારા નાગરિક કો-વિન પોર્ટલ, આરોગ્ય સેતુ અથવા ઉમંગ એપ દ્વારા વેક્સિનેશન કરાવી શકે છે. આ સાથે જ રસીકરણ કેન્દ્ર પર પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. દેશમાં ત્રીજા તબક્કાના વેક્સિનેશન માટે કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન ૨૮ એપ્રિલથી શરૂ થયું હતું. ભારતમાં રસીકરણ અભિયાનનો ૧૬૩મા દિવસે ૨૭ જૂનના ૧૩.૯ લાખના પહેલો અને ૩.૩ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.

Related posts

બોલો… મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓએ પાણીનું બિલ નથી ચૂકવ્યું…!

Charotar Sandesh

કોરોનાનો કહેર : ભારતમાં અત્યાર સુધી ૪૦ હજારથી વધુનો ભોગ લેવાયો, રેકોર્ડબ્રેક ૯૦૪ના મોત…

Charotar Sandesh

મોદી સરકારે ડિસેમ્બર સુધી ૧.૧૫ લાખ કરોડની લોન માંડવાળ કરી…

Charotar Sandesh