Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર

દેશના જવાનો દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે : શાહનો ધોરડોમાં હૂંકાર…

ગૃહમંત્રીએ કચ્છમાં વિકાસોત્સવ-૨૦૨૦નું ઉદ્ધાટન કર્યું…

વિકાસ થવાથી કચ્છની સરહદ વધુ સુરક્ષિત બની, આજે ભૂજમાં પોસ્ટિંગ મેળવવા લાઇન લાગે છે, દેશની બધી સીમા પર વિકાસ ઉત્સવ થશે, પુલવામામાં હુમલાનો જવાબ સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરી આપ્યો…

કચ્છ : શાહે આજે કચ્છના રણમાં ટેન્ટ સિટીમાં સીમા ક્ષેત્ર પાસે ’વિકાસોત્સવ ૨૦૨૦’નુ ઉદઘાટન કર્યુ. દેશની પાકિસ્તાનને જોડતી પશ્ચિમી સરહદે ભુજ તાલુકાના ધોરડો ખાતે ગૃહમંત્રી અમિત શાહે ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અમિત શાહે કહ્યું કે, મા આશાપુરાના આશીર્વાદથી સીમા સુરક્ષિત છે. ઘણા સમય પછી ભુજ આવ્યો છું. કચ્છનું નવુ સ્વરૂપ જોઈ બહુ સંતોષ થયો. સંપૂર્ણ યશ વડાપ્રધાન મોદીને જાય છે. પહેલાં ભુજ પનિસમેન્ટ પોસ્ટિંગ માટે ઓળખાતું હતું. આજે ભુજમાં પોસ્ટિંગ મેળવવા લાઈન લાગે છે. દેશની બધી સીમા પર વિકાસ ઉત્સવ થશે.
આ ઉપરાંત ગૃહમંત્રીએ કહ્યું કે, સીમાવર્તી ગામના નાગરિકોને તમામ સુવિધા મળશે. વિકાસ થવાથી સીમા સુરક્ષિત બની છે. દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે. સરહદ પર દરેક નાગરિકમાં જાગૃતિ જરૂરી છે. બીએસએફના જવાનો પણ દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે.
અમિત શાહે કહ્યું કે, ૫૦ વર્ષમાં સીમાઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ જેટલું નથી થયું તેટલું નરેન્દ્ર મોદીની સરકારે ૬ વર્ષની અંદર કામ કરીને સીમાઓને સુરક્ષિત કરવાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે. ૨૦૦૮થી ૨૦૧૪ સુધી સીમાઓ પર રોડના રિસરફેસિંગની ઝડપ ૧૭ કિમી હતી અને ૨૦૧૪થી ૨૦૨૦ સુધી ૧૭૦ કિમીથી વધારીને ૪૮૦ કિમી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી રાત્રે ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ ગુરુવારે સવારે ઉમેદભવનથી ભુજ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી ધોરડો પહોંચ્યા હતા. અહીં તેઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, “આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દૂનિયાનો સૌથી મોટો ૩૦,૦૦૦ મેગાવોટ ક્ષમતાનો રિન્યુએબલ પાર્ક આ કચ્છની સરહદ ઉપર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ” સરહદ સુરક્ષાને લઇને મુખ્યમંત્રીએ કહ્યુ કે, “સરહદો જાગૃત બનશે, સરહદી ગામો વિકાસશીલ બનશે તો આપણે સુરક્ષિત બનીશું”.

Related posts

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૬૫ ટકા વરસાદ થયો

Charotar Sandesh

PM મોદી ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને મળ્યા : આજે કચ્છ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે

Charotar Sandesh

નવલી નવરાત્રી માથે ત્યાં કિંજલ દવે ફરી કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ…

Charotar Sandesh