Charotar Sandesh
ઈન્ડિયા

દેશના નાગરિકોને મળશે કોરોનાની ફ્રી રસીઃ વિશ્વનો સૌથી મોટો ઓર્ડર ભારતે આપ્યો…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસે ફરી દુનિયામાં ઉથલો માર્યો છે. સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. આ સ્થિતિમાં દુનિયા આખી કોરોના વાયરસની રસીની કાગડોળે રાહ જોઈ રહી છે. દુનિયાના અનેક દેશોમાં વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં કેટલીક વેક્સીન અસર બતાવી રહી છે પણ હજી તેના પરિક્ષણો ચાલી રહ્યાં છે. જોકે વિવિધ દેશો ફાર્મા કંપનીઓ પાસેથી અત્યારથી જ રસી ખરીદવા કરાર કરી રહ્યાં છે. જેમાં ભારત પણ પાછળ નથી. સૌથી વધુ વેક્સીન ખરીદીની ડીલ પાકી કરનારા દેશોમાં ભારત ત્રીજા નંબરે પર છે. અમેરિકા પહેલા નંબરે અને યૂરોપિયન યૂનિયન બીજા નંબર પર છે. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ આ માહિતી આપવામાં આવી છે.
વેક્સીનનો આ રિપોર્ટ ડ્યૂક યુનિવર્સિટીના એક શોધ પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધિત નવા અનુસંધાનોથી બનેલી ટેકનીક અને દવાઓના ઓછી આવક ધરાવતા દેશો સુધી પહોંચાડવામાં આવનારી મુશ્કેલીઓ પર કરવામાં આવેલી આ શોધમાં કોરોના વેક્સીનની ખરીદી કરનારા દેશોની એક યાદી તૈયાર કરવામાં આવી છે. તે મુજબ એડવાન્સમાં વેક્સીન ખરીદીની ડીલ પાક કરનારા દેશોની યાદીમાં અમેરિકા અને યૂરોપિયન યૂનિયન બાદ ભારત ત્રીજા નંબર પર છે. ભારતે જ્યાં ૧ અબજ વેક્સીનના ડોઝ વેક્સીન બનાવનારી કંપનીઓ સાથે ડીલ કરી લીધી છે.
તો બીજી તરફ યૂરોપિયન યૂનિયને ૧.૨ અબજ વેક્સીન અને અમેરિકાએ ૧.૫ અબજની ડીલ પાકી કરી લીધી છે. ભારત પ્રાથમિકતાના આધારે પોતાની વસ્તીને કોરોનાની વેક્સીન પૂરી પાડશે. ડ્યૂક યુનિવર્સિટીમાં થયેલા લૉન્ચ એન્ડ સ્પીડોમીટર નામના આ રિસર્ચ મુજબ કોવિડ-૧૯ વેક્સીનના ૮ અબજથી વધુ ડોઝ એડવાન્સ માર્કેટ કમિટમેન્ટ્‌સ હેઠળ રિઝર્વ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે અમેરિકા અને યૂરોપિયન યૂનિયને તો જુદી-જુદી વેક્સીન ડોઝની સંભવિત ખરીદી ડીલ પણ કરી છે. અમેરિકાએ દોઢ અબજ વેક્સીન ડોઝ તો યૂરોપિયન યૂનિયને લગભગ ૭ કરોડ ડોઝની સંભવિત ખરીદી ડીલ કરી છે. તેનાથી અનુમાન લગાવી શકાય છે કે યુએસ પોતાની તમામ વસ્તીને એકથી વધુ વાર વેક્સીન પૂરી પાડવાની યોજના બનાવી રહ્યું છે.

Related posts

દિલ્હીનો કેજરી’વ્હાલ’ : સતત ત્રીજી વખત કેજરીવાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા…

Charotar Sandesh

જ્યારે અખિલેશની સભામાં પહોંચ્યા યોગી, હાથ જોડીને કર્યું સૌનું અભિવાદન અને પછી…

Charotar Sandesh

લૉકડાઉનથી થયુ ૨.૭ લાખ કરોડનુ નુકશાન : જીડીપી -૪.૫ ટકાએ પહોંચશે : આરબીઆઇનો રિપોર્ટ

Charotar Sandesh