Charotar Sandesh
ઈન્ડિયા

દેશભરમાં કોરોના કેસોમાં એકાએક વધારો : મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક…

  • સતત બે દિવસ કોરોનાના કેસ વધ્યા બાદ ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા…
  • થાણેના ૧૬ હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લદાયું…
  • કોરોના કેસોમાં વધારો થતાં નાસિકમાં પણ વીકએન્ડમાં લૉકડાઉન લાગુ રહેશે…

મુંબઇ : દેશમાં જ્યા કોરોનાનાં કેસમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો ઝીંકાયો છે. ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. અહી સ્થિતિ સતત બેકાબુ થઇ રહી છે. મહારાષ્ટ્રમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યાં છે. વધતા જતા કેસોથી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જિલ્લાના ૧૬ હોટસ્પોટમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.
તદ્દપરાંત કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં પણ વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટી તંત્રએ નિર્ણય લીધો કે ૧૫ માર્ચથી જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ ૧૫ માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. જ્યારે થાણે શહેરના ૧૧ હોટસ્પોટ પર ૧૧ માર્ચથી ૩૧ માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રનાં ઘણા શહેરોમાં જાહેર જનતા માટે અવર-જવર પર અંકુશની સાથે રાજ્યનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ એક ચેતવણી આપી છે કે ખરેખર કોરોના જોખમી પરિસ્થિતિમાં પહોંચી રહ્યો છે. ટોપે કહ્યું કે, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી, જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સ અને પોલીસ કમિશનરો સાથે ચર્ચા કર્યા પછી કડક પગલાની જાહેરાત કરી શકાય છે. આપને જણાવી દઇએ કે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારથી ૩૧ માર્ચ સુધી COVID હોટસ્પોટ વિસ્તારોને લોકડાઉન કરવામાં આવે છે. હજી સુધી થાણેનાં ૧૬ વિસ્તારોને હોટસ્પોટ્‌સ તરીકે ઓળખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિશન ફરી શરૂ હેઠળ આપેલી છૂટ મુજબ હોટસ્પોટની બહારનાં વિસ્તારોમાં પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
કોરોના વાયરસનાં વધતા વાયરસનાં કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. ૩૧ માર્ચ સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનમાં જરૂરી ચીજ-વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં, બાકીની બાબતો પર ખૂબ કડક વલણ રહેશે. એક દિવસ અગાઉ મુંબઇમાં કોરોના વાયરસનાં ૧૩૬૧ કેસ નોંધાયા છે. વળી સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૧ હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ મહિનામાં આ આંકડો સૌથી વધુ છે. પાંચ મહિનામાં, એક જ દિવસમાં આટલા બધા કિસ્સા બન્યા નહીં.
સતત બે દિવસ ભારતમાં કોરોનાના કેસ ૧૮,૦૦૦ કરતા વધારે નોંધાયા બાદ સોમવારે નોંધાયેલા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ વખતે ૧૫,૦૦૦થી સામાન્ય વધારે નવા કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૧૦૦ની નીચે રહ્યો છે. આ સાથે પાછલા ૨૪ કલાકમાં નવા કેસની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી છે.
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૭૭ લોકોએ દેશમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. સતત નવા કેસમાં વધારો થવાના કારણે એક્ટિવ કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. જોકે, પાછલા ૨૪ કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કરતા નવા કેસની સંખ્યા ઓછી નોંધાઈ છે. ગઈકાલે દેશમાં ૧૬,૫૯૬ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧,૮૭,૪૬૨ પર પહોંચી છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ -૧૯ના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં ૭૪ ટકાથી વધારે કરેળ અને મહારાષ્ટ્રમાં છે. એ બાદ છત્તીસગઢ અને મઘ્ય પ્રદેશમાં પણ મામલા વધી રહ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ રોજ બરોજ મામલામાં વૃદ્ધિ થવાની પ્રવૃત્તિ જોવા મળી છે. જે ૧૮, ૨૦૦થી વધી ૨૧, ૩૦૦ થઈ ગઈ છે. જ્યારે અઠવાડિયાની પુષ્ટિ દર ૪.૭થી વધી ૮ ટકા થઈ ગઈ છે.

Related posts

કેજરીવાલનો પડકાર : ભાજપા સીએમ ઉમેદવાર જાહેર કરે, હું ચર્ચા માટે તૈયાર…

Charotar Sandesh

મિથુન ઇડીના ડરથી ભાજપમાં જોડાયા : તૃણમુલ કોંગ્રેસ

Charotar Sandesh

વાર્ષિક ૮ લાખ આવક ધરાવનાર કેવી રીતે આર્થિક કમજોર વર્ગમાં આવી શકે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh