લોકડાઉનના પ્રથમ દિવસે લોકોમાં ભારે ઉચાટ, દહેશત, ભય
નિયમનો ભંગ કરનાર સામે સરકારે નક્કી કરી સજા અને દંડ, કલમ ૫૧ હેઠળ કાર્યવાહી,લોકોના મોઢે એક જ સવાલ…૨૧ દિવસ કાઢવા કેમ ?
ન્યુ દિલ્હી : દેશભરમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી ૨૧ દિવસ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. પરંતુ વડાપ્રધાનની કેટલાક લોકો આ અપીલ છતાંયે કેટલાક લોકો માનવા તૈયાર નથી અને ઘરની બહાર ફરે છે. આ લોકો માટે દંડની આકરી જાગવાઈ કરવામાં આવી છે.
હવે જા અત્યંત જરૂરી કામ વગર ઘરમાંથી બહાર નિકળશો તો દંડ અને સજા એમ બંની જાગવાઈ કરવામાં આવી છે. સજાની જાગવાઈમાં એક મહિનાથી લઈને બે વર્ષ સુધીની છે.
૨૧ દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને સૂચનાનું પાનલ ના કરનારાઓ પર ઈમરજંસી પ્રબંધન અધિનિયમના સેક્શન ૫૧ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. તેમાં સજા અને દંડ બંનીને જાગવાઈ છે. લોકડાઉનનો ભંગ કરનારાઓ પર ૨૦૦ રૂપિયાનો દંડ અને સાથે જ ૧ મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે. પરંતુ જા આ ભંગના કારણે કાયદા અને વ્યવસ્થામાં મુશ્કેલી ઉભી થઈ, દંગાની સ્થતિ સામે આવી તો સાઅ ૬ મહિના સુધી લંબાવવામાં આવી શકે છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જા તમારા ઓર્ડર ના માનવાના કારણે કોઈનો જીવ જાય, ખતરો ઉભો થાય કે પછી દોષિતને જેલ થઈ શકે છે, જે બે વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, જા કોઈ કોરોના વાયરસ સાથે સંબંધિત કોઈ પણ અફવા ફેલાવશે તો તેને પણ એક વર્ષની સજા થશે. સાથે જ આર્થિક દંડ પણ ફટકારવામાં આવશે. તેવી જ રીતે લોકોની મદદ માટે આપવામાં આવેલા ફંડમાં કોઈ જ પ્રકારની ગોબાચારી કરનારાઓ વિરૂદ્ધ આકરા પગલા ભરવામાં આવશે. આમ કરનારાઓને ૨ વર્ષની સજા ફટકારવામાં આવશે. સરકારી અધિકારીઓને પણ આ દાયરામાં આવરી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન ના કરવા પર કોર્પોરેટ પર પણ દંડ ફટકારવાની સૂચના આપવામાં આવી છે.
આભાર – નિહારીકા રવિયા