પોતાના જન્મ દિન પર ધર્મેન્દ્રએ કહ્યું…
મુંબઈ : બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મ દિવસ છે અને તે ૮૫ વર્ષના થઈ ચૂક્યા છે. અભિનેતા આજે પોતાનો જન્મ દિવસ ઉજવવાના મૂડમાં નથી. તેની નારાજગીનું કારણે છે આ દેશમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન. ધર્મેન્દ્રએ કહ્યું કે દેશમાં કોરોના અને ખેડૂતોના વિરોધના કારણે હાલમાં અશાંતિ છે અને તેનાથી તેઓ દુઃખી છે.
દેશની અત્યારની સ્થિતિને વિશે વાત કરતા ધર્મેન્દ્ર કહે છે કે લોકો કોરોના વાયરસને પણ ભૂલી ચૂક્યા છે. દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું જન્મદિવસ કેવી રીતે મનાવું. આપણે સૌ ભારત માતાના બાળકો છીએ. માણસાઈથી વધીને કોઈ ધર્મ નથી. કોઈની સારાશ, મજબૂરીનો ફાયદો ન લેવો. ખેડૂતો શું કહેવા ઈચ્છે છે તેમની વાત એક વાર સાંભળો. તેઓ શિયાળામાં સડક પર બેઠા છે. વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવો.
ધર્મેન્દ્રએ ખેડૂતો પર ટિ્વટ કર્યું હતું પણ પછી તેને ડિલિટ કરી દીધું જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા. તેઓએ કહ્યું મારે હેતુ હતો કે ખેડૂતોની વાત સાંભળવામાં આવે, હું હંમેશા પોઝિટિવ વાત કહું છે પણ લોકો તેનો અલગ અર્થ કાઢે છે. ટિ્વટર પર રોષ ઠાલવે છે. હવે હું તેમનાથી દૂરી બનાવીને રાખીશ. કેમકે એ સ્થિતિ ખરાબ હોય છે દ્યારે લોકો દિલ તોડે છે. સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઈઓની સમસ્યાને સમજે અને કોરોનામાં દિલ્હીની સ્થિતિ પર પણ ધ્યાન આપે. પણ પછી તેઓએ આ ટિ્વટ ડિલિટ કર્યું હતું.