ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ રવિવારના રોજ ૧.૧ કરોડના આંકડાને પાર કરી ગયા. જો કે છેલ્લાં ૧૦ લાખ કેસ ૬૫ દિવસમાં આવ્યા છે જો કે આટલા નવા કોરોના કેસ માટે સૌથી મોટો ટાઇમ પીરિયડ છે. છેલ્લાં ૭ દિવસમાં કોરોનાના કેસમાં વધારો દેખાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવાર સવારે રજૂ કરાયેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૧૯૯ નવા કેસ સમે આવ્યા અને તેની સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧,૧૦,૦૫,૮૫૦ થઇ ગઇ. તો ૮૩ નનવા મોત બાદ દેશમાં કોરોનાથી થનાર કુલ મોતોની સંખ્યા ૧,૫૬,૩૮૫ થઇ ગઇ છે.
આંકડાઓના મતે દેશમાં કુલ ૧,૧૧,૧૬,૮૫૪ લોકોને કોરોના વાયરસની વેક્સીન અપાઇ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસોની કુલ સંખ્યા હવે ૧,૫૦,૦૫૫ અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા ૧,૦૬,૯૯,૪૧૦ છે. આઇસીએમઆરના મતે ભારતમાં ગઇકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ ૨૧,૧૫,૫૧,૭૪૬ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂકયા છે. જેમાંથી ૬૨૦૨૧૬ સેમ્પલ એટલે કે ગઇકાલે રવિવારના રોજ ટેસ્ટ કરાયા.
ભારતમાં ગયા સપ્તાહે (૧૫-૨૧ ફેબ્રુઆરી)માં કોરોનાના ૧,૦૦,૯૯૦ નવા કેસ નોંધાયા. પાંચ સપ્તાહ બાદ કોઇ એક સપ્તાહમાં ૧ લાખથી વધુ કેસ નોંધાયા. ગયા સપ્તાહે ૭૭૨૮૪ નવા કેસ સામે આવ્યા હતા, એવામાં ગયા સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહે ૩૧ ટકા કેસ વધ્યા.
રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં વધ્યા, જ્યાં આ સપ્તાહે ૮૧ ટકાનો વધારો થયો. તો ભારતમાં ગયા સપ્તાહ સુધી સરેરાશ (૭ દિવસ માટે) કોરોના કેસની સંખ્યા ૧૧૪૩૦ હતી જે આ સપ્તાહના આંકડા બાદ વધીને ૧૨૭૭૦ થઇ ગઇ. જો કે દર સપ્તાહે થનાર મોતોના આંકડામાં સ્થિરતા જોવા મળી છે. આ સપ્તાહે કોરોનાથી મૃતકોની સંખ્યા ૬૬૦ રહી જો કે ગયા સપ્તાહની સરખામણીમાં ૧૦ વધુ છે.
ભારતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોવિડ-૧૯ના કેસમાં વધારો થઇ રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે દેશ ૭૪ ટકાથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દી છે. ત્યારબાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ કેસ વધ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં દરરોજ કેસમાં વૃદ્ધિ થઇ છે. કેરળમાં છેલ્લાં ૪ સપ્તાહમાં સરેરાશ સાપ્તાહિક કેસ ૪૨૦૦૦ થી ૩૪૮૦૦ની વચ્ચે રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં ચાર સપ્તાહમાં સાપ્તાહિક કેસમાં વધારો થવાની પ્રવૃત્તિ દેખાઇ રહી છે, જે ૧૮૨૦૦થી વધીને ૨૧૩૦૦ થઇ ગઇ છે. જ્યારે સાપ્તાહિક પુષ્ટિનો દર ૪.૭થી વધીને ૭ ટકા થઇ ગયો છે.
સંક્રમણના કેસમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં મહારાષ્ટ્ર કયાંય આગળ
મંત્રાલયે કહ્યું કે ૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં સંક્રમણની સાપ્તાહિક પુષ્ટિનો દર રાષ્ટ્રીય સરેરાશ ૧.૭૯ ટકા વધુ છે. આ દર મહારાષ્ટ્રમાં સૌથી વધુ જે ૮.૧૦ ટકા છે. કેન્દ્રે આ તમામ રાજ્યોને પાંચ ઉપાયો પર જોર આપવાની સલાહ આપી છે. જેમાં આરટી-પીસીઆર ટેસ્ટ, સખ્ત દેખરેખ, જિલ્લાઓમાં ક્લિનિકલ મેનેજમેન્ટ વગેરે સામેલ છે.