Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાનો આતંક : દર કલાકે ૧ હજાર કેસ..!! કોરોનાના સંક્રમિતોનો આંકડો વધીને ૬,૭૩,૧૬૫…

છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૮૫૦ નવા કેસ, ૬૧૩ દર્દીના મોત…

દેશમાં કોરોનાના સંક્રમિતોનો આંકડો વધીને ૬,૭૩,૧૬૫ પર પહોંચ્યો, અત્યાર સુધી ૧૯૨૬૮ લોકોના મોત
– રિકવરી રેટ વધીને ૬૦.૭૭ ટકા પર પહોંચ્યો,વાયરસથી ઠીક થનારા લોકોની સંખ્યા ૪,૦૯,૦૮૩ પર પહોંચી ગઈ
– ભારત કોરોનાના સૌથી વધુ કેસ મામલે રશિયાથી માત્ર ૬૧૧ કેસ જ પાછળ, દુનિયામાં સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશમાં અમેરિકા પહેલા અને બ્રાઝીલ બીજા સ્થાને…

ન્યુ દિલ્હી : અનલોક-૨માં અપાયેલી છૂટછાટો જાણે કે સત્તાવાળાઓ માટે મુશીબત બની રહી હોય તેમ અનલોક-૨ના ચોથા દિવસે એટલે કે ૪ જુલાઇ શનિવારની રોજ સમગ્ર દેશમાં ૨૪ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. અન્ય રીતે કહીએ તો દર કલાકે ૧ હજાર અને દર મિનિટે ૧૭ કેસો નોંધાયા હતા. આજે રવિવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં રેકોર્ડબ્રેક સમાન ૨૪,૮૫૦ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬,૭૩,૧૬૫ પર પહોંચી ગઈ છે. અને જો આ જ રીતે કેસો વધશે તો એકાદ-બે દિવસમાં કેસોની સંખ્યા ૭ લાખ પર પહોંચી શકે તેમ છે. આ જ સમય ગાળામાં વધુ કુલ ૬૧૩ લોકોના મોત થયા છે. જેના પગલે કુલ મૃત્યુઆંક વધીને ૧૯,૨૬૮ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૭૭ ટકા પર પહોંચી ગયો છે જે એક રાહત સમાન કહી શકાય. આ ઉપરાંત ૪ જુલાઈના રોજ ૨,૪૮,૯૩૪ લોકોના ટેસ્ટ કરાયા હતા. જ્યારે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨,૦૦,૦૬૪ પર પહોંચી છે. જ્યારે, દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનો દાવો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્‌વીટ કરીને કર્યો હતો. બેંગ્લુરુમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો અને બીજા લોકડાઉનના ભયના કારણે લોકો બેંગ્લુરુ છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૬,૭૩,૧૬૫ પર પહોંચી છે અને ૧૯,૨૬૮ લોકોના મોત થયા છે. ૪,૦૯,૦૮૩ લોકો સાજા થઈ ગયા છે અને ૨,૪૪,૮૧૪ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૭૭ ટકા પર પહોંચી ગયો છે જે એક રાહતના સમાચાર છે. આ જીવલેણ વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૦૯,૦૮૩ પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોના વાયરસના હવે ૨ લાખ ૪૪ હજાર ૮૧૪ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં ૧૯,૨૬૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, ૪ લાખ ૦૯ હજાર ૦૮૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨,૦૦,૦૬૪ પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં ૧,૦૭,૦૦૧ પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે.
બેંગ્લુરુમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો અને બીજા લોકડાઉનના ભયના કારણે લોકો બેંગ્લુરુ છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા હોવાના અહેવાલ છે. શનિવારે શહેરની બહાર જતા રોડ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. ફરી એકવાર લોકડાઉન લગાવાશે તેવા ગણગણાટ વચ્ચે લોકોએ પોતાના વતન પરત જવાનું શરુ કર્યું છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૮૬૭૧, દિલ્હીમાં ૩૦૦૪, ગુજરાતમાં ૧૯૨૫, તમિલનાડુમાં ૧૪૫૦, મધ્યપ્રદેશમાં ૫૯૮, આંધ્રપ્રદેશમાં ૨૧૮, અરૂણાચલ પ્રદેશ ૧, આસામમાં ૧૪, બિહારમાં ૮૯, ચંદીગઢમાં ૬, છત્તીસગઢમાં ૧૪, હરિયાણામાં ૨૬૦, હિમાચલ પ્રદેશમાં ૧૧, જમ્મુ-કાશ્મીરમાં ૧૨૭, ઝારખંડમાં ૧૭, કર્ણાટકમાં ૩૩૫, કેરળમાં ૨૫, મેઘાલયમાં ૧, ઓડિશામાં ૩૪, પુડ્ડુચેરીમાં ૧૨, પંજાબમાં ૧૬૨, રાજસ્થાનમાં ૪૪૭, તેલંગાણામાં ૨૮૮, ઉત્તરાખંડમાં ૪૨, ઉત્તરપ્રદેશમાં ૭૭૩ અને પશ્ચિમ બંગાળમાં ૭૩૬ લોકોના મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, ૪ જુલાઈના રોજ ૨,૪૮,૯૩૪ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી ૯૭,૮૯,૦૬૬ લોકોના ટેસ્ટ કરાયા છે.
દિલ્હીમાં કોરોનાના કુલ કેસો વધીને ૯૭,૨૦૦, ગુજરાતમાં ૩૫,૩૧૨, તેલંગાણામાં ૨૨,૩૧૨, કર્ણાટકમાં ૨૧,૫૪૯ અને રાજસ્થાનમાં ૧૯,૫૩૨ સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.
દરમ્યાનમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, રાજધાનીમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. વધુમાં વધુ લોકો ઘરે રહીને સાજા થઈ રહ્યા છે. ગત સપ્તાહે દરરોજ ૨૩૦૦થી વધુ દર્દી સામે આવ્યા હતા. હોસ્પિટલમાં ૯૯૦૦ બેડ હજુ પણ ખાલી છે.
કર્ણાટકના કુલબર્ગીમાં આજે પૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે આખા રાજ્યમાં ૨ ઓગસ્ટ સુધી દરેક રવિવારે લોકડાઉનની જાહેરાત કરી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, ચાર જુલાઈ સુધી ૯૭ લાખ ૮૯ હજાર ૬૬ ટેસ્ટ કરાયા છે. શનિવારે એક દિવસમાં ૨ લાખ ૪૮ હજાર ૯૩૪ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
મહારાષ્ટ્રમાં શનિવારે એક દિવસમાં સૌથી વધુ થાણેમાં ૨,૨૮૫, મુંબઈમાં ૧,૩૭૫ અને પૂણેમાં ૧,૦૨૨ કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી મોટી ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં શુક્રવારે કોરોના વાઈરસ સંક્રમણના આઠ નવા કેસ સામે આવ્યા હતા સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને ૨૩૦૯ થઈ ગઈ છે.

Related posts

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મતદાન : કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે ચુંટણી યોજાઈ

Charotar Sandesh

‘કોઇ તો રોકો’ : ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૦૦થી વધુ પોઝિટિવ કેસ…

Charotar Sandesh

કોરોના સંકટ : દેશમાં અત્યાર સુધીમાં ૨૮,૦૭૪ કેસો અને ૮૮૪ના મોત…

Charotar Sandesh