સૌથી વધુ સંક્રમણના કેસો મહારાષ્ટ્રમાં ૩૦૦ને પાર…
મરકજથી કાઢવામાં આવેલા ૫૩૬ લોકો દિલ્હીની હોસ્પિટલમાં દાખલ, ૧૮૧૦ ક્વૉરિન્ટાઈન કરાયા…
એર ઇન્ડિયાએ નિવૃત્તિ બાદ ફરી ભરતી કરાયેલા ૨૦૦ પાયલટનો કરાર રદ્દ કર્યો…
ન્યુ દિલ્હી : કોરોના વાઈરસ સંક્રમણના ગુરુવારે ૪૬ નવા કેસ સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં ૨૧, કર્ણાટકમાં ૧૧, રાજસ્થાનમાં ૯, મહારાષ્ટ્રમાં ૩ અને મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ૧-૧ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરુણાચલમાં સંક્રમણનો આ પહેલો કેસ છે. મોડી રાતે ઈન્દોરમાં ૧૨ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દેશના ૨૯ રાજ્યોમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા ૨૧૦૫ થઈ ગઈ છે. ૧૬૯ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે ૫૬ના મોત થયા છે. મંગળવારથી બુધવાર સુધી ૨૪ કલાકમાં રેકોર્ડ ૪૩૭ નવા કેસ સામે આવ્યા છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દિવસે જણાવ્યું કે, છેલ્લા ૧૨ કલાકમાં કોરોના સંક્રમણના ૧૩૧ દર્દી વધ્યાં છે. અત્યાર સુધી દેશમાં તેમની સંખ્યા ૧૯૬૫ છે. જેમાંથી ૧૭૬૪ની સારવાર ચાલી રહી છે. ૧૫૧ સ્વસ્થ થઈ ચુક્યા છે. ૫૬ લોકોનું મોત થયું છે.
દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાંથી કાઢવામાં આવેલા જમાતીઓ પર સતત ગેરવણર્તૂકના આરોપ લાગી રહ્યા છે. દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.જેસી પાસેએ જણાવ્યું કે, તબ્લિક જમાતમાં સામેલ ૧૮૮ લોકો અહીંયા દાખલ છે. જેમાંથી ૨૪નો રિપોર્ટ આવ્યો છે. ૨૩ લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરાઈ છે. ઘણા જમાતી ટેસ્ટ કરાવવાની ના પાડી રહ્યા છે. તેનાથી સ્ટાફને જોખમ હતું. એવામાં જે ત્રણ બ્લોકમાં જમાતીઓને રાખવામાં આવ્યા છે, ત્યાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે. આ સાથે જ એર ઈન્ડિયાએ નિવૃત્તી બાદ ફરી ભરતી કરાયેલા લગભગ ૨૦૦ પાયલટનો કરાર રદ કરી દેવાયો છે.
મહામારી સામે લડવા સેનાઓ પણ સજ્જ
દેશમાં ચાલી રહેલી મહામારીનો સામનો કરવા માટે સેનાઓએ પણ પૂરતી તૈયારી કરી લીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ અંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક મિટિંગ કરી હતી. જેમાં ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવતે કહ્યું કે, સેનાની હોસ્પિટલમાં ૯ હજાર કરતા વધારે બેડ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, જૈસલમેર, જોધપુર, ચેન્નાઈ, માનસેર, હિંડન અને મુંબઈમાં ૧ હજાર કરતા વધારે લોકોને ક્વૉરિન્ટન કરવામાં આવ્યા છે. જેમની પિરીયડ ૭ એપ્રિલે ખતમ થઈ રહ્યો છે. માર્ચ ૨૦૧૮ સુધીના આંકડાઓ પ્રમાણે, દેશભરમાં સેનાની ૧૩૩ હોસ્પિટલ છે. જેમાંથી ૧૧૨ મિલિટ્રી, ૧૨ એરફોર્સ અને ૯ નેવીની છે.