Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના વકર્યો : ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૫ હજાર કેસ, ૧ ઓગસ્ટથી અનલોક-૩નો અમલ શરૂ…

એક દિવસમાં સૌથી વધુ કેસ મામલે ભારત અમેરિકાને ઓવરટેક કરવાની તૈયારીમાં…
કુલ કેસો વધીને ૧૬.૩૯ લાખ પર પહોંચ્યા, અત્યાર સુધી ૩૫,૭૮૬ લોકોના મોત, મૃત્યુઆંકના મુદ્દે ભારત દુનિયામાં પાંચમા નંબરે,ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧,૧૪૭ અને આંધ્રપ્રદેશમાં ૧૦,૧૬૭ દર્દી મળ્યા…
એક જ દિવસમાં ૬,૪૨,૫૮૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયુ, અત્યાર સુધી દેશમાં કુલ ૧,૮૮,૩૨,૯૭૦ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા…

આજથી અનલૉક-૩થીની શરૂઆત, વધુ છૂટછાટ મળતા કેસો વધવાની શક્યતા…

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં અનલોક-૨ના છેલ્લાં દિવસ ૩૧ જુલાઇના એક દિવસ પહેલાં ૩૦મીએ અગાઉના તમામ રેકોર્ડને એક બાજુએ મૂકીને પહેલી વખત ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૫,૦૭૮ કેસ સામે આવતાં હલચલ મચી ગઇ છે. સૌથી વધુ કેસ મહારાશ્ટ્રમાં ૧૧ હજાર કરતાં વધારે અને બીજા નંબરે આંધ્રમાં પણ ૧૦ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. આજે શુક્રવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરાયા ત્યારે વધુ ૭૭૯ના મોત પણ નોંધાયા હતા. છેલ્લાં કેટલાક દિવસથી ૭૦૦ કરતાં વધુ લોકો કોરોનાને લીધે મૃત્યુ પામી રહ્યાં હોવાનું નોંધાઇ રહ્યું છે.૧ ઓગસ્ટથી અનલોક-૩નો અમલ શરૂ થઇ રહ્યો છે ત્યારે કેસો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. જો કે રાહત સમાન આ જ સમયગાળામાં વધુ ૩૭,૨૨૩ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સાજા થયા છે. તે સાથે જ કુલ કેસોનની સંક્યા ૧૬,૩૯,૩૫૦ પર પહોંચી ગઇ છે. સાજા થનારાઓની સંખ્યા પણ ૧૦ લાખને પાર ૧૦,૫૯,૦૯૩ થઇ છે અને ૭૮૬ના મોત સાથે મૃત્યુઆંક ૩૬ હજારની નજીક એટલે કે ૩૫,૭૮૬ પર પહોંચી ગયો છે.નોંધનીય છે કે મન કી બાત કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચેતવણણી આપી હતી કે કોરોના મહામારીમાં હજુ અગાઉ જેવી જ પરિસ્થિતિ છે અને લોકડાઉનના નિયમોનું પાલન કરવું પડશે.
સૂત્રોએ કહ્યુ કે, દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે હવે ભારતમાં પણ કોરોના વાયરસનો ફેલાવો પૂર ઝડપે વધી રહ્યો હોય તેમ . મહામારી શરૂ થયાના આટલા મહિના પછી પણ કેસો ઘટવાનું નામ લેતા નથી. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં ગુરૂવારે કોરોનાના ૫૫૦૭૮ નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૬ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૫૫૦૭૮ કેસ નોંધાતા કુલ કેસ ૧૬૩૮૮૭૦ થઈ ગયા છે. બીજી તરફ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૦ જુલાઈ સુધીમાં દેશમાં કુલ ૧,૮૮,૩૨,૯૭૦ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર ગુરુવારની વાત કરીએ તો એક જ દિવસમાં ૬,૪૨,૫૮૮ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને ૬૪.૫૪ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૨૨૩ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ગયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોનો આંકડો વધીને ૧૦,૫૭,૮૦૫ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના સારવાર કેસ કરતા બમણા છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૪૧૧૭૯૮ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૪૭૨૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૩૯૯૭૮ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૮૩૮ લોકોના મોત થઇ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૩૪૪૦૩ કેસ નોંધાયા છે જ્યાં ૩૯૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં ૧,૩૦,૫૫૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૨૮૧ લોકો મોતને ભેટ્યા છે.
ઉત્તર પ્રદેશ ૮૧૦૩૯ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૬૭૬૯૨ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ૬૦૭૧૭ કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં ૬૦૨૮૭ લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી ૨૪૧૮ લોકો મોતને ભેટી ચૂક્યા છે.
તો આ તરફ કોરોના સંક્રમણના કારણે મોતના કેસમાં ભારત હવે ઈટલીને પણ પાછળ છોડીને પાંચમા નંબરે પહોંચી ગયું છે. વેબસાઈટ વર્લ્ડમીટર પ્રમાણે, શુક્રવાર સવાર સુધી ભારતમાં કોરોનાથી ૩૫ હજાર ૭૮૬ લોકોના મોત થયા છે. કોરોનાથી મોતના કેસમાં સૌથી આગળ અમેરિકા(૧ લાખ ૫૪ હજાર ૯૬૩), બ્રાઝિલ(૯૧ હજાર ૨૬૩), બ્રિટન(૪૫ હજાર ૯૯૯) અને પછી મેક્સિકો(૪૫ હજાર ૩૬૧) છે. ઈટલીમાં ૩૫ હજાર ૧૩૨ લોકોના મોત થયા છે.

Related posts

૫૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લોકોને માર્ચ મહિનાથી કોરોનાની રસી અપાશે…

Charotar Sandesh

ભાજપના બહિષ્કાર વચ્ચે ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ…

Charotar Sandesh

કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને ૪૨ દિવસે બીજો ડોઝ મળશે…

Charotar Sandesh