કુલ ૧૫.૪૫ કરોડ લોકોના ટેસ્ટ કરાયા…
ન્યુ દિલ્હી : કોરોનાની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭,૦૭૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૯૮,૮૪,૧૦૦ થઈ છે. જેમાંથી ૩,૫૨,૫૮૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૯૩,૮૮,૧૫૯ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. કોરોનાના કારણે એક જ દિવસમાં ૩૩૬ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૪૩,૩૫૫ પર પહોંચી ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૫,૪૫,૬૬,૯૯૦ ટેસ્ટ હાથ ધરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૫૫,૧૫૭ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.