Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૫ કોરોના દર્દીના મોત, ૮.૦૧ લાખ એક્ટિવ કેસ…

૨૪ કલાકમાં ૭૮,૩૫૭ નવા કેસ નોંધાયા…

૧ સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ ૪,૪૩,૩૭,૨૦૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું, કુલ કેસનો આંકડો ૩૭,૬૯,૫૨૪ પર પહોંચ્યો,૨૯,૦૧૯,૦૯ લોકો કોરોનાને માત આપીને સાજા થયા…

ન્યુ દિલ્હી : કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં મંગળવારે આંશિક ઘટાડો નોંધાયા બાદ બુધવારે જાહેર થયેલા આંકડામાં ફરી મોટો ઉછાળો નોંધાયો છે અને પોઝિટિવ કેસોનો આંક ૭૮ હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૭૮,૩૫૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે ૧૦૪૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૭,૬૯,૫૨૪ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨૯ લાખ ૧ હજાર ૯૦૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૮,૦૧,૨૮૨ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૬૬,૩૩૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૪,૪૩,૩૭,૨૦૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે ફરીથી નવા દર્દીઓ વધી ગયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો ૩૭,૬૯,૫૨૪ પર પહોંચ્યો છે. જેમાંથી ૮,૦૧,૨૮૨ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે અને ૨૯,૦૧૯,૦૯ લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં ૧૦૪૫ લોકોના મોત થયા છે.

આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૬૬,૩૩૩ થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં ૧ સપ્ટેમ્બર સુધીમાં ૪,૪૩,૩૭,૨૦૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૦,૧૨,૩૬૭ નમૂનાનું ગઈ કાલે પરીક્ષણ કરાયું. ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે બધાની નજર કોરોના વેક્સિન પર છે. કારણ કે એવું માનવું છે કે વેક્સિન આવતા જ લોકોની જિંદગી પાછી પાટા પર દોડશે. પરંતુ એક નવા સ્ટડીમાં વિશેષજ્ઞોએ આ વાયરસને વારંવાર રંગરૂપ બદલતો જોયો છે. જે ખુબ ચિંતાનો વિષય છે. જો વાયરસ વારંવાર રંગરૂપ બદલતો રહે તો પછી વેક્સિનની અસરમાં પણ ફરક પડશે અને શક્ય છે કે વેક્સિન પણ આ વાયરસના સંક્રમણને રોકી ન શકે. જર્નલ ઓફ લેબોરેટરી ફિઝિશિનનો આ રિપોર્ટ ૧૩૨૫ જીનોમ, ૧૬૦૪ સ્પાઈક પ્રોટીન અને ૨૭૯ આંશિક સ્પાઈક પ્રોટીનના વિશ્લેષણ પર આધારિત હતો. આ તપાસ નમૂનાને ૧ મે સુધી અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનમાં રાખવામાં આવ્યાં અને ત્યાં તેના પર રિસર્ચ કરાયું. તજજ્ઞોએ કહ્યું કે અમેરિકાથી એસએઆરએસ-સીઓવી-૨ના જીનોમથી કાઢવામાં આવેલા પ્રોટીનમાં મોટાભાગે આનુવંશિક પરિવર્તન જોવા મળ્યું. સિંહે કહ્યું કે વાયરસ અલગ અલગ વાતાવરણના સંપર્કમાં આવવાથી પોતાની આનુવંશિક સંરચનાને બદલવા માટે જાણીતો છે.

પરંતુ આ મામલે, પરિવર્તન ખુબ ઝડપથી થઈ રહ્યું છે. અમને ખબર નથી કે તે બીમારી ફેલાતા કેવી રીતે અસર કરશે. આ અભ્યાસમાં અનેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ભાગ લીધો હતો. જેમાં ચેપી રોગો અને વૈશ્વિક આરોગ્ય કાર્યક્રમમાં પ્રતિરક્ષા, મેકગિલ યુનિવર્સિટી સ્વાસ્થ્ય કેન્દ્રના અનુસંધાન સંસ્થાન અને મેકગિલ ઈન્ટરનેશનલ ટીબી સેન્ટર, કેનેડાના તજજ્ઞો સામેલ હતાં. અભ્યાસમાં કહેવાયું છે કે સ્પાઈક પ્રોટીન વેક્સિનના વિકાસનો પ્રમુખ લક્ષ્ય હતો પરંતુ વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ તમામ જીનોમમાં એન્ટીજેનિક એપિટોપમાં અનેક પરિવર્તન જોવા મળ્યાં. અભ્યાસમાં કહેવાયું છે કે નાના સમયગાળાની અંદર કોવિડ-૧૯ વાયરસના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે. જો કે તે જણાવે છે કે તેના માટે રસી વિક્સિત કરવી એક પડકારભર્યું છે. તમારા બોડીમાં એન્ટીબોડી તૈયાર જ ન થાય તેની પાછળનું એક મોટું કારણ મ્યુટેશન હોઈ શકે છે. જે દર્શાવે છે કે મ્યુટેન્ટથી સંક્રમિત રોગોીઓમાં ખુબ ઓછી કે શૂન્ય એન્ટીબોડી હશે.

Related posts

૧પ મે પહેલા નવી પોલિસી નહીં અપનાવનાર યુઝર્સનું વોટ્‌સએપ થશે બંધ…

Charotar Sandesh

વિપક્ષને ઝટકોઃ સુપ્રિમે ઇવીએમ-વીવીપેટ મામલે પુનર્વિચાર અરજી ફગાવી

Charotar Sandesh

રસીના બે ડોઝ બાદ એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની જરુર નથી : નીતિ આયોગ સભ્ય

Charotar Sandesh