ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાના દર્દી ફક્ત સાજા જ નથી થઈ રહ્યાં, પણ હવે નવા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે માત્ર ૧૮ હજાર ૫૭૫ નવા દર્દી નોંધાયા. ૨૧ હજાર ૪૬૬ સાજા થઈ ગયા, જ્યારે ૨૮૦ લોકોના મોત થઈ ગયા. એક્ટિવ કેસમાં ૩૧૮૧નો ઘટાડો થયો. એક્ટિવ કેસનો અર્થ જે દર્દીઓની સારવાર ચાલી રહી છે. ડિસેમ્બરમાં ત્રીજી વખત છે, જ્યારે નવા કેસ ૨૦ હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા ૧૬ ડિસેમ્બરે ૧૮ હજાર ૧૭૨ દર્દી મળ્યા, ૨૧ ડિસેમ્બરે ૧૯ હજાર ૧૪૭ અને ૨૬ ડિસેમ્બરે ૧૮ હજાર ૫૭૫ દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો. આ પહેલા ૧લી જુલાઈએ ૧૯ હજાર ૪૩૦ કેસ નોંધાયા હતા. પછી ૧૫ ડિસેમ્બર સુધી એક વાર પણ આ આંકડો ૨૦ હજારથી ઓછો નથી થયો. દેશમાં અત્યાર સુધી ૧.૦૧ કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે. ૯૭.૬૦ લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે ૧.૪૭ લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે. હવે એક્ટિવ દર્દીઓના કેસમાં ભારત હવે દુનિયાનો ૧૦મો દેશ બની ગયો છે. અહીં હવે ૨.૮૦ લાખ એક્ટિવ દર્દી છે.
આ કેસમાં અમેરિકા પહેલા નંબરે છે. અહીં સૌથી વધુ ૭૬ લાખ એક્ટિવ કેસ છે. કોરોના વેક્સિનના આવવાના એંધાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શનિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે યોજાનારી સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ ૩૧ ડિસેમ્બરે જાહેર કરી દેવાશે. બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અટકાવવા માટે શનિવારે કોવિડ-૧૯ પર બનાવાયેલી નેશનલ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ. જેમાં સ્વાસ્થ્ય વિભાગ નીતિ આયોગ અને આઈસીએમઆરના નિષ્ણાત સામેલ થયા. તમામે કોરોનાના નવા સ્ટ્રેન પ્રમાણે દેશમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને સર્વિલાન્સ અંગે વાતચીત કરી. તેલંગાણા અને ઈન્દોરમાં બ્રિટનથી આવતા ૨-૨ યાત્રિ કોરોના સંક્રમિત થયા છે. પશ્વિમ બંગાળમાં ૧૦માંની બોર્ડની પરીક્ષા ૧થી ૧૦ જૂન સુધી યોજાશે. એજ્યુકેશન બોર્ડ તેના માટે નોટિફીકેશન જાહેર કરી દીધું છે. અહીં શનિવારે ૬૫૫ લોકો કોરોના પોઝિટીવ થયા. ૯૮૮ લોકો સાજા થયા અને ૨૩ લોકોના મોત થયા. અત્યાર સુધી ૬ લાખ ૨૨ હજાર ૯૪ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે.
જેમાં ૬ લાખ ૪ હજાર ૭૪૬ લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે ૬૯૧૧ની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે ૧૦ હજાર ૪૩૭ થઈ ગઈ છે. રાજ્યમાં શનિવારે ૧૦૦૬ લોકો કોરોના સંક્રમિત થયા છે. ૧૧૨૯ સાજા થયા અને નવ લોકોના મોત થયા છે. અત્યાર સુધી ૨.૩૭ લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી ૨.૨૩ લાખ સાજા થઈ ચૂક્યા છે. ૩૫૪૫ લોકોના મોત થયા છે, ૧૦ હજાર ૩૨૯ની સારવાર ચાલી રહી છે. અહીં શનિવારે ૮૯૦ સંક્રમિત થયા હતા. ૧૦૦૨ લોકો સાજા થયા અને સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધી ૨.૪૦ લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી ૨.૨૬ લાખ લોકો સાજા થઈ ચૂક્યાં છે. ૪૨૭૫ લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે ૧૦ હજાર ૪૧૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં શનિવારે ૭૮૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. ૯૯૦ લોકો સાજા થયા અને સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધી ૩.૪ લાખ કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી ૨.૯૦ લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. ૨૬૬૪ સંક્રમિતોના મોત થયા છે, જ્યારે ૧૧ હજાર ૪૮૮ લોકોની સારવાર ચાલી રહી છે.