Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં જે કાંઇ સ્થિતિ સર્જાય તે માટે આપણે જવાબદાર : ભાગવત

ભારતમાં જે પણ સ્થિતિ થશે તેના માટે અંગ્રેજોને દોષ ન આપી શકાય…

દેશ સ્વતત્રં છે તેથી તેમાં સદભાવના જાળવી રાખવાની જવાબદારી દેશવાસીઓની છે…

નાગપુર : દિલ્હી હિંસા અંગે મોહન ભાગવતે કડક નિવેદન આપતા કહ્યું દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે બ્રિટિશો પર આરોપ ના લગાવી શકાય. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં ચાલી રહેલા નવા વર્ષ ૨૦૨૦ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા સંઘના પ્રમુખ ભાગવતે કહ્યું કે જો હવે આપણા દેશમાં કંઇક ખોટું થાય છે, તો આપણે તેના માટે બ્રિટિશને દોષી ઠેરવી શકીએ નહીં.

ભાગવતે તેમના સંબોધનમાં ડૉક્ટર આંબેડકર અને ભગિની નિવેદિતા દ્વારા કહેલી કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કર્યો. મોહન ભાગવતે તેમના ભાષણમાં સામાજિક શિસ્ત પર ભાર મૂક્યો, “આપણે સ્વતંત્ર થઈ ગયા છીએ. હવે રાજકીય રીતે ખંડિત કેમ ના હોઈએ પરંતુ આઝાદી મળી. આજે આપણા દેશમાં આપણું શાસન છે. પરંતુ આ સ્વતંત્રતા ટકી રહે અને રાજ્ય સરળતાથી ચાલે રાખે તે માટે સામાજિક શિસ્ત જરૂરી છે”

વધુમાં સંબોધનમાં ભાગવતે આંબેડકરના ભાષણોની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, “સ્વતંત્ર ભારતનું બંધારણ આપતી વખતે સંસદમાં ડોક્ટર આંબેડકર સાહેબનાં બે ભાષણો થયાં હતાં. તેમાં તેમણે જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો તે આ છે હવે આપણા દેશમાં જે કંઈ પણ થશે તેના માટે આપણે જવાબદાર છીએ. હવે કંઇક બાકી છે, જો કાંઈ થયું નહીં, તો કંઈક ઊલટું થયું હોય તો બ્રિટિશ લોકો પર કોઈને દોષી ના ઠેરવી શકાય. તેથી જ હવે આપણે ઘણું વિચારવું પડશે.”

Related posts

ધોની કોહલી માટે યોગ્ય મેન્ટર ઃ કેશવ બેનર્જી

Charotar Sandesh

વડાપ્રધાન મોદીની વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા : ટીએમસી સામેલ નહિ થાય…

Charotar Sandesh

દેશની રાજધાની દિલ્હીમાં હવાની સાથે પીવાનું પાણી પણ શુદ્ધ નથી…

Charotar Sandesh