Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨૯ હજાર કેસ, ૫૦૦ના મોત…

કુલ કોરોનાના કેસ ૮.૮૭ લાખને પાર, મૃત્યુઆંક ૨૩,૧૭૪એ પહોંચ્યો

અત્યાર સુધી ૫.૫ લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા, રિકવરી રેટ ૬૩.૦૧ ટકા સુધી પહોંચ્યો,મહારાષ્ટ્રમાંસૌથી વધુ ૭૮૧૭ કેસ ૨૪ કલાકમાં આવ્યા, તમિલનાડુમાં સૌથી વધુ ૩૬૧૭ દર્દીઓ સાજા થયા

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના વાઇરસે માઝા મૂકી હોય તેમ દિવસેને દિવસે તેમાં વધારો થઇ રહ્યો હોય તેમ અનલોક-૨ના૧૨મા દિવસે ગઇકાલે રવિવારે સૌથી વધુ ૨૯ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. તેની સાથે કુલ આંકડો ૮.૭૮ લાખ પર પહોંચી ગયો છે અને ગણતરીના કલાકોમાં આ આંકડો ૯ લાખ પર પહોંચી શકે તેમ છે. આજે સોમવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા વેબસાઇટ જાહેર કરાયા મુજબ ૨૯,૧૦૫ કેસો નવા નોંધાયા હતા અને આ જ ગાળામાં વધુ ૫૦૦ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ બહાર આવ્યાં હતા અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. કેસો વધતાં કેટલાક રાજ્યોમાં સંક્રમણને રોકવા આંશિક લોકડાઉન લાદવાની ફરજ પડી છે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના ૧૮ કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ ભારત દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૯ હજાર ૧૦૫ કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. તો ૧૮ હજાર ૧૩૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં ૫૦૦ સંક્રમિતોના મોત થયા છે. રવિવારે સૌથી વધુ ૭૮૨૭ પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં વધ્યા હતા. ૪૨૪૪ કેસની સાથે બીજા નંબર પર તમિલનાડુ છે. જ્યાં સૌથી વધુ ૩૬૧૭ દર્દી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે.
દેશમાં અનલોક-૨માં અપાયેવી વધારે છૂટછાટના પગલે કોરોનાવાઈરસનું સંક્રમણ દાવાનળની જેમ ઝડપથી વધી રહ્યું છે. કુલ કેસોની સંખ્યા ૮ લાખ ૭૮ હજાર થઈ ગઈ છે. આજે તે ૯ લાખને પાર જાય તેવી શકયતા છે. જો કે, ૫.૫ લાખથી વધુ દર્દીઓ અત્યારસુધીમાં સાજા પણ થઈ ચૂક્યા છે. ૩ લાખ ૧ હજારથી વધુ લોકોની હોસ્પિટલ, હોમ આઈસોલેશન કે કોવિડ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.
ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૩.૦૧ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮૫૦ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૫,૫૩૪૭૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૩૧૭૪ સુધી પહોંચી ગઈ છે
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૫૪૪૨૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૨૮૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૮૪૭૦ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૬૬ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૧૨૪૯૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૩૭૧ લોકોએ જીવ ગુમાવ્યા છે
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને મોતની સંખ્યા ૧૭૩ થઈ છે. મુંબઈમાં કોરોનાના ૧૨૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે, ૧૪૪૧ સાજા થયા છે અને ૪૪ના મોત થયા છે. અહીં વિધાનસભાના ૧૮ કર્મચારીઓ પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પોતે આઈસોલેટ થયા છે. જ્યારે, .સૌથી મોટા રાજ્ય ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૮ નવા દર્દીઓ મળ્યા છે. શનિવારે રાજ્યમાં નવા ૧૪૦૩ દર્દીઓ મળ્યા હતા. આ મહિનામાં માત્ર ૧૨ દિવસમાં જ ૧૩૧૭૨ નવા દર્દીઓ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૩૩૪ સંક્રમિત મળ્યા છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

Related posts

ઓ બાપ રે… પોલીસે ટ્રક ડ્રાઇવરને અધધ…. ૮૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો..!!

Charotar Sandesh

કોરોના સંકટ : ભારતમાં ૩૧ જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ…

Charotar Sandesh

#Budget2019 : પેટ્રોલ-ડીઝલ-સોના-ચાંદી મોંઘા : શ્રીમંતોની કમાણી ઉપર સરચાર્જ : બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ

Charotar Sandesh