Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૬૭ પોઝિટિવ કેસ : ૧૦૦ના મોત…

કુલ સંક્રમિતોનો આંકડો ૮૨૦૦૦ની નજીક,મૃત્યુઆંક ૨૬૪૯એ પહોંચ્યો…
દેશમાં રિકવરી રેટ વધ્યો, ૧૭ રાજ્યમાંથી ૫૦થી ૧૦૦ ટકા દર્દીઓ થઈ રહ્યાં છે સ્વસ્થ…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૩૯૬૭થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને ૮૧૯૭૦ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ૧૦૦ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અત્યાર સુધી કુલ ૨,૬૪૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૬૮૫ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
૮૧૯૭૦ કોરોના વાયરસના તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોમાં ચીનની નજીક પહોંચી રહ્યો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં ૮૨૯૨૯ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ૪૬૩૩ લોકોના મોત નિપજી ચૂક્યા છે. જોકે, ચીનમાં અત્યાર સુધીમાં ૭૮૦૦૦થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. હવે ચીનમાં ફક્ત ૧૦૧ જ એક્ટિવ કેસ છે. જ્યારે ભારત કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ૪૯૨૧૯ સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૮૧૯૭૦ કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી ૨૭૯૨૦ લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૬૪૯ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ ૫૧૪૦૧એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૭૫૨૪ કેસ નોંધાયા છે જેમાંથી ૬૦૫૯ લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૯૫૯૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૮૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં ૯૬૭૪, દિલ્હીમાં ૮૪૭૦, રાજસ્થાનમાં ૪૫૩૪, મધ્યપ્રદેશમાં ૪૪૨૬ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૩૯૦૨ કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૫ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.

Related posts

અમેરિકા સતત બીજા વર્ષે પણ બન્યુ ભારતનું સૌથી મોટુ વ્યાપારીક ભાગીદાર…

Charotar Sandesh

કોરોના વાયરસ : ચીનમાં મૃત્યુઆંક ૧૦૦ને પાર, ૧૫૦૦ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શા માટે પીડિત પરિવારને મળ્યા નહી : જાવડેકર

Charotar Sandesh