દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો ૬૭૧૫૨, મૃત્યુઆંક ૨૨૦૬એ પહોંચ્યો…
દિલ્હીના ઉર્જા મંત્રાલયમાં એક ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ,૩-૩ લોકડાઉન છતાં ભારતમાં કોરોના પોઝીટીવના કેસોમાં વધારો,હોમ આઇસોલેશનની ગાઈડલાઈનમાં ફેરફાર કરાયા,રિકવરી રેટ ૨૯ ટકા અને ડેથ રેટ ૨.૫ ટકા હોવાથી કોરોના સામેની લડાઈમાં હકારાત્મક પરિણામની આશા…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના લોકડાઉન-૩ની મુદત ૧૭ મેના રોજ પૂરી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમી વખત રાજ્યોના સીએમ સાથે બેઠક યોજીને લોકડાઉન ઘટાડવુ કે વધારવુ તે અંગે વિચારવિમર્શ હાથ ધર્યો હતો. તો બીજી તરફ આવતીકાલ ૧૨મીથી સ્પેશ્યલ ટ્રેનો દિલ્હીથી વિવિધ શહેરો વચ્ચે શરૂ છઇ રહી છે. ૩-૩ લોકડાઉન છતાં ભારતમાં કોરોના પોઝીટીવના કેસોમાં વધારો થયો છે અને છેલ્લાં ૨૪ કલાકમાં અત્યારસુધીમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક સમાન ૪ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા.,
સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશમાં તમામ પ્રયાસો છતાં પણ કોરોના વાયરસ(કોવિડ-૧૯)નુ સંકટ ઝડપથી વધી રહ્યુ હોય તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યુ કે હવે ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધાને ૬૭,૧૫૨ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨૧૩ કેસો સામે આવ્યા છે. ૨૪ કલાકમાં ૧૧૧ લોકોના મોત થયા જેમાં, મુંબઇમાં સૌથી વધુ ૫૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને ૨,૨૦૬ થઇ ગઇ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા વધીને ૬૭,૧૫૨ થઇ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ મુજબ, ગત ૨૪ કલાકમાં ૪,૨૧૩ નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે.કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને ૪૪,૦૨૯ સક્રિય કેસો ૨૦૯૧૭ છે.
સોમવારે રાજસ્થાનમાં ૮૪, આંધ્રપ્રદેશમાં ૩૮, હરિયાણામાં ૨૮, ઓડિશામાં ૧૪ અને કર્ણાટકમાં ૧૦ કેસ સામે આવ્યા છે. આ પહેલા રવિવારે એક દિવસમાં સૌથી વધારે ૪૨૯૬ નવા દર્દીઓ નોંધાયા હતા. જોકે આ દિવસે સૌથી વધારે ૧૬૬૮ લોકો સાજા પણ થયા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૬૭,૧૫૨ દર્દીઓ છે. ૪૪,૦૨૯ લોકોની સારવાર ચાલી રહી છે. ૨૦, ૯૧૬ સાજા થઈ ગયા છે. કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર ૩૧.૧૫ ટકા થઈ ગયો છે.. જ્યારે અત્યાર સુધી દેશમાં ૨૨૦૬ દર્દીઓના મોત થયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં જે લોકોના મોત થયા તેમાં મહારાષ્ટ્રમાં ૫૩, ગુજરાતમાં ૨૧, પશ્ચિમ પંગાળમાં ૧૪, તમિલનાડુમાં ત્રણ, આંધ્ર પ્રદેશ, બિહાર, હરિયાણા, કર્ણાટકા અને રાજસ્થાનમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે.
દિલ્હીના ઉર્જા મંત્રાલયમાં એક ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ શ્રમ શક્તિ ભવનના છઠ્ઠા માળને સીલ કરવામાં આવ્યો હતો. આ માળે જ ઉર્જા મંત્રાલયનું કામકાજ થાય છે. મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે, ઓફિસમાં મંગળવારથી કામ શરૂ થશે.
સ્વાસ્થય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પોમેટિક દર્દીઓ માટે હોમ આઈસોલેશનની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના ૧૭ દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકે છે. પ્રી-સિમ્પટોમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી ૧૭ દિવસ ગણવામાં આવશે. બંને કેસમાં એવી શરત રાખવામાં આવશે કે ૧૦ દિવસથી તાવ ન આવ્યો હોય. સ્વાસ્થય મંત્રાલયે હોમ આઈસોલેશન વાળા દર્દીઓ અને તેમની સારવાર કરતાં લોકો માટે પણ નિર્દેશ જાહેર કર્યા છે. બંનએ ત્રિપલ લેયર માસ્ક પહેરવું જરૂરી છે.
મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રાલય વિભાગના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં કોરોના સંક્રમણના ૧૨૭૮ કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા ૨૨,૧૭૧ થઈ ગઈ છે જ્યારે મૃતકોનો આંકડો વધીને ૮૩૨ થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ ૧૩૭૩૯ કેસ મુંબઈ અને ૨૩૭૭ પૂણે મહાનગર પાલિકામાં સામે આવ્યા છે ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને ૮૧૯૪ થઈ ગયા છે જ્યારે અત્યાર સુધી ૪૯૩ કોરોના દર્દીનો મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ ૫૮૧૮ કેસ અમદાવાદ, ૮૯૫ સુરત, ૫૧૮ વડોદરા, ૧૨૯ ગાંધીનગર, ૯૪ ભાવનગરથી સામે આવ્યા છે.
તમિલનાડુમાં ૭,૨૦૪, દિલ્હીમાં ૬,૯૨૩, રાજસ્થાનમાં ૩,૮૧૪, મધ્ય પ્રદેશમાં ૩,૬૧૪ અને ઉત્તર પ્રદેશમાં ૩,૪૬૭ કેસો નોંધાયા છે. હિમાચલ પ્રદેશમાં ૫૦ અને લદ્દાખમાં અત્યાર સુધી ૪૨ કેસ સામે આવ્યા છે.અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કોવિડ-૧૯ના ૩૩ કેસ છે.મેઘાલયમાં સંક્રમણના ૧૩, પોંડીચેરીમાં ૯, જ્યારે ગોવામાં ૭ કેસ છે.મણિપુરમાં કોવિડ-૧૯ના ૨, જ્યારે મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને દાદરા એન્ડ નગર હવેલીથી ૧-૧ કેસ સામે આવ્યા છે.