Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં ૫૫,૮૩૮ નવા કેસ નોંધાયા, ૭૦૨ દર્દીનાં મોત…

સંક્રમિતોનો કુલ આંકડો ૭૭,૦૬,૯૪૬, મૃત્યુઆંક ૧,૧૬,૬૧૬

રિકવરી રેટ ૮૯.૧૯%, એક્ટિવ કેસ ૭,૧૫,૮૧૨

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૫૮૩૯ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૭૭૦૬૯૪૬ સુધી પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૯૪૧૫ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૬૮૭૪૫૧૮ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૭૧૫૮૧૨ સુધી પહોંચ્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૭૦૨ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૧૧૬૬૧૬ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૮૯.૧૯ ટકા સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૧૨૨૬૯૩૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૧૧૩૧૨૯૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૮૧૧૯૪૪૮ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૧૧૯૭૬૧૮૫ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

Related posts

‘બગદાદી’થી પ્રેરાઇને મમતા ‘બગદીદી’ બનવા માંગે છેઃ યોગી આદિત્યનાથ

Charotar Sandesh

કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતમાં વરસાદી આફત : ૧૯૪થી વધુના મોત

Charotar Sandesh

બારામુલામાં સીઆરપીએફ પર આતંકીઓ હુમલો : ત્રણ જવાન શહિદ…

Charotar Sandesh