Charotar Sandesh
ગુજરાત

દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ રાત્રે કરિયાણું લેવા લોકો દોડ્યા : દુકાનોમાં ભારે ભીડ જામી…

દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ રાત્રે કરિયાણું લેવા લોકો દોડ્યા : દુકાનોમાં ભારે ભીડ જામી : લોકોમાં ભારે ઉચાટની લાગણી : 21 દિવસના લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે લોકોમાં ભારે ચિંતાની લાગણી…

  • પોલીસે બહાર નીકળેલા લોકોને ફટકાર્યાં, લોકોએ કહ્યું જીવન જરૂરી વસ્તુઓ લેવા નીકળ્યાં, પોલીસે કહ્યું આ બધા બહાના છે…

  • ગુજરાત રાજ્યમાં જીવનજરૂરિયાત તમામ ચીજવસ્તુઓ બજારોમાં મળી રહેશે, લોકોએ મુંઝવાની જરૂર નથી : મુખ્યમંત્રી વિજય રૂપાણી

     

    અમદાવાદ : સમગ્ર દેશમાં આગામી ત્રણ અઠવાડિયા એટલે કે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાત બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં લોકોએ લાઇનો લગાવી છે. લોકોએ કરિયાણું ભરવા, દૂધ લેવા કે અન્ય જીવનન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા લાઇનો લગાવી છે. આ ઉપરાંત શહેરમાં આવેલા મોલ્સમાં પણ લાંબી-લાંબી લાઇનો જોવા મળી છે.

    એમ મોદીએ કહ્યું હતું કે આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 21 દિવસ માટે હશે. આ જનતા કર્ફ્યૂથી આગળનું પગલું છે. આ સંપૂર્ણ લોકડાઉન એક પ્રકારની કર્ફ્યૂ જ છે. આ પગલું દરેક હિન્દુસ્તાનીને બચાવવા માટે ભરવામાં આવી રહ્યું છે.

Related posts

ચરોતર સહિત ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન; ૧૩૨ તાલુકામાં જળબંબાકાર, જુઓ આગાહી અંગે

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે આવતીકાલે ગણેશ ચતુર્થી : લોકો પોતાના ઘરમાં જ ઊજવશે…

Charotar Sandesh

ટુ-વ્હીલરમાં હેલ્મેટ કાયદાનો અમલ કરાવો : ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Charotar Sandesh