Charotar Sandesh
ઈન્ડિયા

દેશ તોડનારની સામે પૂરી તાકાતથી ઊભા રહેવું પડશે : મોદી

ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાનના વિપક્ષ પર પ્રહાર…

કેટલાક લોકોને ભારત માતાની જય બોલવામાં તકલીફ,બીજા માટે રાજનીતિ પહેલા પરંતુ ભાજપ માટે રાષ્ટ્ર સર્વોપરી, સાંસદોએ આ સંદેશ સાથે કામ કરવું જોઈએ…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ હિતને પાર્ટી હિતથી ઉપર ગણાવતાં મંગળવારે કહ્યું કે વિકાસ આપણો મંત્ર છે અને વિકાસની પહેલી આવશ્યક્તા એકતા તથા સૌહાર્દ છે. તેથી તમામે સમાજમાં શાંતિ, સદ્ભાવ અને એકતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે વડાપ્રધાને બીજેપી સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી.

વડાપ્રધાને કહ્યું કે હજુ પણ કેટલીક પાર્ટીઓ દ્વારા પાર્ટી હિતોને રાષ્ટ્રીય હિતોથી વધુ ઉપર રાખવામાં આવે છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાને સાંસદોને સંદેશ આપ્યો કે પાર્ટી હિત કરતાં દેશ હિત ઉપર છે. વડાપ્રધાને કહ્યું કે તમામ સાંસદોને સમાજમાં શાંતિ, સદ્ભાવ અને એકતા સુનિશ્ચિત કરવા માટે કામ કરવું જોઈએ.
બેઠકમાં વડાપ્રધાને પોતાના નારાને ફરીથી વ્યક્ત કરતાં કહ્યું કે સબકા સાથે, સબકા વિકાસની સાથે-સાથે બધાનો વિશ્વાસ પણ જરૂરી છે.

સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાર્ટી હિતથી મોટો દેશ છે અને જો તેઓ ભારત માતા કી જય બોલે છે તો સવાલ ઉઠાવવામાં આવે છે. તેઓએ કહ્યું કે આપણે દેશ હિતની લડાઈ લડવાની છે, આપણે દેશહિતને મહત્વ આપવાનું છે, પાર્ટી હિતને પાછળ રાખવાનું છે. ઘણા નેતાઓને ભારત માતાની જય અને વંદે માતરમ્‌ બોલવામાં પણ શરમ આવે છે. આ લોકો ‘દેશના ટુકડા-ટુકડા’ના નારા લગાવે છે. આવા લોકો સામે પૂરી તાકાતથી ઊભા રહેવાની જરૂર છે.

સૂત્રો અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને ભારત માતા કી જય બોલવામાં તકલીફ પડે છે જે ખૂબ જ દુખદ છે. ભારતીય જનતા પાર્ટી સંસદીય પાર્ટીની બેઠક મંગળવારે યોજાયી જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત તમામ પાર્ટી સાંસદ ઉપસ્થિત હતા.

દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી અમિત શાહના માથે છે. જેઓ આ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ રહેતાં અજિત દોવાલને જાતે મોદીની સૂચનાથી દિલ્હીમાં ઉતરવું પડ્યું હતું. અજિત દોવાલની હાજરી બતાવે છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની હતી. મોદીએ જાતે આ નિર્ણયો લેવા પડ્યા હતા. હાલમાં શાહ ગૃહમંત્રી છે. ભાજપના નેતાઓ જે પ્રકારે નિવેદન કરી રહ્યાં છે એ એક રણનીતિના ભાગરૂપે હોઈ શકે પણ આજની મીટિંગે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જે પ્રકારે વિશ્વમાં ભારતની ઇમેજ ખરડાઈ છે. તેને લઇને મોદી ભાજપના કેટલાક નેતાઓથી નારાજ થયા છે.

Related posts

વિચિત્ર દૃશ્ય : ઉ.પ્રદેશમાં કોરોના વેક્સિનને લઇ લોકોમાં ભય : મેડિકલ ટીમને જોઇ લોકો નદીમાં કૂદ્યા

Charotar Sandesh

દુનિયામાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધુ તાકાતવર : ભારત ૯૦મા સ્થાને

Charotar Sandesh

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ‘ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રન’ યોજાશે…

Charotar Sandesh