Charotar Sandesh
મધ્ય ગુજરાત

ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીએસપીને રજૂઆત કરતા સફાઈકર્મીને માર મારનાર PSI સસ્પેન્ડ કરાયા…

ભાયલી ગ્રામ પંચાયતના સરપંચે ધારાસભ્ય શૈલેષ મહેતાને ફરિયાદ કરતા તેઓએ વડોદરા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી…

કોરોના વાઈરસથી ચાલતી મહામારીના સમયમાં કોઈપણ સફાઈ કર્મચારીઓ સાથે થયેલ ગેરવર્તણૂક ચલાવી લેવામાં નહીં આવે : ધારાસભ્ય શૈલેષ મહેતા

વડોદરા : ભાયલીમાં સફાઈ સેવકો પર લાઠીચાર્જ કરનાર વડોદરા તાલુકાના પોલીસ મથકના સસ્પેન્ડ પીએસઆઈ એન.આર. પટેલને આજે જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાયલી ગામની કુમાર શાળામાં પરપ્રાંતીયને રખાયા હતા. તે વિસ્તારમાં સફાઈ કરતા કર્મચારીઓએ પોલીસને આઈકાર્ડ બતાવવા છતાં તેમને માર મરાયો હોવાનો આક્ષેપ થયો હતો. પોલીસના દમનને લઈ સફાઈ સેવકોએ સફાઈ કરવાની ના પાડી દેતાં મામલો ગરમાયો હતો. જેથી ભાયલી ગ્રામ પંચાયતના સરપંચે ધારાસભ્ય શૈલેષ મહેતાને ફરિયાદ કરતા તેઓએ વડોદરા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાને રજુઆતા કરી હતી. જે બાદ આજે તાલુકાના સેકન્ડ પીએસઆઈ એન.આર. પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં ૨૪ કલાક બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર…

Charotar Sandesh

લવ-જેહાદ પર વડોદરાના સાંસદે કહ્યું, ‘વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે…’

Charotar Sandesh

શું આણંદ-ખેડા જિલ્લા વહીવટી તંત્ર વધુ એક સુરત જેવા અગ્નિકાંડની રાહ જુએ છે..?! લોકમુખે ચર્ચાતો સવાલ

Charotar Sandesh