Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

ધોનીની ૫ વર્ષીય પુત્રી જીવાને રેપની ધમકી, નગમાએ પીએમ મોદીને કર્યો સવાલ…

ધોનીની ટીમની વારંવાર હારથી નારાજ એક પ્રશંસકે તો હદ વટાવી દીધી હતી…

ન્યુ દિલ્હી : આઈપીએલની આ સીઝનમાં એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપરકિંગના પ્રદર્શનમાં કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. તેવામાં સોશિયલ મીડિયા પર ટ્રોલ્સે ધોનીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ધોનીની ટીમની વારંવાર હારથી નારાજ એક પ્રશંસકે તો હદ વટાવી દીધી હતી. આ માનસિક વિકૃત કહી શકાય તેવા શખ્સોએ તો ધોનીને સીધી જ ધમકી આપી દીધી હતી. ટ્રોલ્સે ધોનીની ૫ વર્ષીય પુત્રીને સોશિયલ મીડિયા પર રેપની ધમકી આપી દીધી હતી. જો કે, આ પ્રતિક્રિયા પર લોકોએ બરાબરનો ઉઘડો લીધો હતો. ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણે પણ આવા લોકોને મૂંહતોડ જવાબ આપ્યો હતો. ધોનીની ટીમ ચાલું વર્ષની આઈપીએલ સીઝનમાં ૬ મેચ રમીને ૨ મેચ જીતી શકી છે, જ્યારે ૬ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ધોનની ટીમ આ ટૂર્નામેન્ટમાં ફેવરિટ માનવામાં આવી રહી હતી, જો કે તમામ લોકો જાણે છે કે રમતમાં હાર જીત સિક્કાની બે બાજુ છે.
પરંતુ સોશિયલ મીડિયા પર જોઈએ તો અમુક ટ્રોલ્સે ધોનીની સાથે સાથી તેમની પત્ની સાક્ષી ધોનીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર વર્તન અને ગાળો જેવી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશિયલ મીડિયા પર રેપની ધમકી મળી રહી છે. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પ્રમાણે, ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીના ઈસ્ટ્રાગ્રામ પર જીવાને રેપની ધમકી મળી છે. એટલું જ નહીં, લોકો સોશિયલ મીડિયા પર જીવાને ગંદી અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. અહેવાલોનું માનીએ તો કોલકાતા નાઈટરાઈડર્સ વિરુદ્ધ મેચમાં ધોનીનું પ્રદર્શન બરાબર રહ્યું નહોતું. જેના કારણે લોકોએ ધોનીની પુત્રી જીવાને રેપની ધમકી આપી હતી.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટ્રોલ્સની આ કરતૂત વિરુદ્ધ પોતાનો અવાજ બૂલંદ કરીને મૂંહતોડ જવાબ આપ્યો છે. પૂર્વ ભારતીય ઝડપી બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ ટ્રોલ્સને મૂંહતોડ જવાબ આપ્યો છે. પઠાણે એક ટિ્‌વટ કરીને લખ્યું, તમામ ખેલાડી પોતાનું સારું આપી રહ્યા છે. ક્યારેક ક્યારેક આ કામ નથી થતું, પરંતુ તેનાથી કોઈને એવો અધિકાર નથી મળી જતો કે તેની કોઈ પણ નાના બાળકોને આવા પ્રકારની હલકટ પ્રકારની ધમકી આપે. પઠાણની વાત પર સહમતિ જતાવતા અને ટ્રોલ્સની આવી ગંદી હરકત પર દુઃખ વ્યક્ત કરતા એક યૂઝરે પઠાણને રિપ્લાય આપતા લખ્યું, ભારત ખુબ જ ખોટી દિશામાં જઈ રહ્યો છે ચારેબાજુ માત્ર નકારાત્મક અને નકારાત્મકતા જ જોવા મળી રહી છે.
પઠાણે તેનો જવાબ આપતા લખ્યું, ભારત નહીં! લોકો’! અત્રિનેત્રી અને કોંગ્રેસ નગમાએ ટ્‌વીટ કરીને કહ્યું, “એક દેશ તરીકે આપણે ક્યાં ઉભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે ૈંઁન્માં દ્ભદ્ભઇ સામે ચેન્નાઈની હાર બાદ લોકોએ ધોનીની ૫ વર્ષની દિકરી સાથે રેપ કરવાની ધમકી આપી છે. મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર આપણા દેશમાં આ શુ થઈ રહ્યું છે?” નગમાએ હેશટેગમાં બેટી બચાવો-બેટી પઢાઓ પણ લખ્યું. કર્ણાટકના જયનગરના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ કહ્યું કે, આ ઘણી પરેશાન કરનારી વાત છે. આપણો દેશમાં શું થઈ રહ્યું છે, આ સમજમાં આવી રહ્યું નથી. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેંદીએ કહ્યું કે, આ તે વાતનું સૌથી ખરાબ ઉદાહરણ છે કે કોઈ પણ પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે.

Related posts

હાર્દિક પંડ્યાએ શેર કરી દીકરા અને પત્ની નતાશાની તસવીર…

Charotar Sandesh

દેશમાં કોને નોકરી અને ૧૫ લાખ રૂપિયા મળ્યા : રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

Charotar Sandesh

ટ્રેનો, રેલવે સ્ટેશનો, સ્ટેડિયમ અને એરપોર્ટનું વેચાણ કરીને સરકાર નાણાં એકત્રિત કરશે

Charotar Sandesh