શિમલા : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આઈપીએલ ૨૦૨૦ માં બ્લેક દાઢી ધરાવતો લૂક સામે આવ્યો હતો. હવે ધોનીનો નવો લૂક સામે આવ્યુ છે. શિમલામાં પરિવાર સાથે વેકેશન ગાળી રહેલા ધોની એ દિકરી જીવા સાથેની એક તસ્વીર શેર કરી છે. જે તસ્વીરમાં તે એકદમ હટકે દેખાઇ રહ્યો છે. ધોની હવે મુંછો વાળા લૂકમાં નજર આવી રહ્યો છે.
ધોનીનુ આ નવો લૂક સો.મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. ફેન્સને એમએસ નો આ નવો લૂક ખૂબ પસંદ પણ આવી રહ્યો છે. આમ પણ ધોની પોતાના લૂકને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ધોની IPL ૨૦૨૧ ની આગળની મેચોના તબક્કા પહેલા પરિવાર ને ક્વોલીટી સમય આપી રહ્યો છે.
ધોનીની આ તસ્વીર તેની પુત્રી જીવા સાથેની છે. સુંદર લીલાછમ પહાડોના બેકગ્રાઉન્ડ ધરાવતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરાઇ હતી. જેમાં તે મુંછો ધરાવતા ચહેરા સાથે જોવા મળે છે. IPL ૨૦૨૧ ની શરુઆત પહેલા પણ ધોનીનો સન્યાસી વાળો લૂક પણ ખૂબ વાયરલ થયો હતો. જેમાં માથામાં વાળ વિનાના લૂકમાં ધોની એકદમ સન્યાસી જેવો લાગી રહ્યો હતો.
ધોની જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ ત્યારે પણ તેના લૂકને લઇને ખૂબ ચર્ચાઓ થઇ હતી. ધોની તે સમયે લાંબા વાળ ધરાવતો હતો અને તેનો તે લૂક પણ ફેન્સને ખૂબ પસંદ હતો. ત્યાર બાદ તે વળી અલગ સ્ટાઇલ સાથે નજર આવવા લાગ્યો હતો. ૨૦૧૧ વિશ્વ કપ વિજેતા બન્યા બાદ ધોની એકદમ નવા અવતારમાં જ દેખાવા લાગ્યો હતો.
ધોની ગત વર્ષ ૨૦૨૦ ના ૧૫ ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. તેણે આ પહેલા તેની અંતિમ મેચ ૨૦૧૯ ના વિશ્વકપ દરમ્યાન ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જે મેચમાં ભારતીય ટીમએ સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે મેચમાં ધોની રન આઉટ થયો હતો. જોકે હાલમાં ધોની આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ભૂમિકા નિભાવી રહ્યો છે.