મુંબઇ : આઈપીએલ ૨૦૨૦માં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોના દિલ તુટી ગયા હતા, કેમ કે પ્રથમ વખત આ ટીમ પ્લે ઓફમાં સ્થાન મેળવી શકી ન હતી અને પોઇન્ટ ટેબલમાં ૭ મા ક્રમે રહી હતી. જે ટીમનો કેપ્ટન એમએસ ધોની જેવો ક્રિકેટર છે તે હંમેશા સારો દેખાવ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને આવું જ આઈપીએલની ૧૪મી સીઝનમાં છે.
આઇપીએલ-૨૦૨૧ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને એમએસ ધોનીના ચાહકો માટે એક સારા સમાચાર છે. હકિકતમાં ધોની અને તેની ટીમ ૧૧ માર્ચથી મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળશે. એક સમાચાર મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રેક્ટિસ કેમ્પ ૧૧ માર્ચથી શરૂ થશે, જેમાં ધોની અને રૈના જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ થશે.
રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપરકિંગ્સ મેનેજમેન્ટે એમએસ ધોની સાથે વાતચીત કર્યા પછી જ ૧૧ માર્ચથી પ્રેક્ટિસ શિબિર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીએ કહ્યું કે, અમારા ખેલાડીઓ જુદી જુદી બેન્ચમાં આવશે, પરંતુ કેપ્ટન ધોની પહેલા દિવસથી જ શિબિરનો ભાગ બનશે. ખેલાડીઓની ઉપલબ્ધતા કોઈ સમસ્યા નથી. અમને આશા છે કે અમે શિબિર સફળતાપૂર્વક શરૂ કરીશું અને બાયો બબલ પ્રોટોકોલનું પાલન કરીશું. તમને જણાવી દઈએ કે ૈંઁન્ ૨૦૨૦ દરમિયાન ચેન્નાઈ સુપરકિંગ્સના ઘણા સારા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. તેમાં શાર્દુલ ઠાકુર, ઋતુરાજ ગાયકવાડ પણ શામેલ હતા.