Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોની સાથેની તસ્વીર પોસ્ટ કરી રૈનાઈ કહ્યું-મેદાનમાં રમવા ખુબ આતુર…

ન્યુ દિલ્હી : ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્‌સમેન સુરેશ રૈના આઈપીએલની ૧૩ મી સીઝનને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. આ વખતે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બરની વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રમાશે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર રૈનાએ તેના સાથી મહેન્દ્રસિંહ ધોની અને મુરલી વિજય સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ધોની અને મુરલીને ટેગ પણ કર્યા છે. રૈનાએ તેની પોસ્ટમાં કહ્યું કે, ‘મેદાનમાં રમવાના દિવસોને હવે ગણતરીનો સમય રહ્યો છે ત્યારે હું ખુબજ આતુર છુ. રૈનાએ કહ્યુ કે આ વખતની આઈપીએલ ખુબ અલગ છે. ખેલાડીઓ જ્યારે આઈપીએલની ૧૩ મી સીઝનમાં મેદાન પર ઉતરશે ત્યારે ફિટનેસ અને માનસિક મજબુતાઇ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

બીસીસીઆઈ યુએઈના ત્રણ શહેરો – દુબઇ, અબુ ધાબી, શારજહામાં આઈપીએલનું આયોજન કરી રહ્યું છે. રૈનાએ કહ્યું, ‘આ આઈપીએલમાં ખેલાડીઓ શું વિચારી રહ્યા છે તે જોવું રસપ્રદ રહેશે. ખેલાડીઓ બિલ્કુલ નવા સંજોગોમાં રમશે તમારે ઘણા બધા આઈસીસી પ્રોટોકોલ સ્વીકારવા પડશે. તમારે તમારા મનમાં સ્પષ્ટ રાખવું પડશે કે તમે મેદાન પર શું કરવા જઇ રહ્યા છો, કારણ કે અંતે જ્યારે તમે રમત રમો ત્યારે તમારે તેનો આનંદ માણવો જોઈએ. સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ‘પછી તમે ખુશ વ્યક્તિની જેમ મેદાનની બહાર આવો. તેથી મને લાગે છે કે આઈપીએલ પહેલા તમામ પરીક્ષણો કરવામાં આવશે. તમામ વસ્તુઓમાં ચોકસાઈ રાખવામાં આવશે. રૈનાએ કહ્યું, આપણે બધા છેલ્લા પાંચ મહિનાથી ઘરે બેઠા છીએ.

હું હવે રમવા માટે તૈયાર છું. રેના આઈપીએલમાં બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રૈનાએ દુબઇની પીચ પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ત્યાંની પિચો ચેન્નાઈની પિચ જેવી હશે. કોરોના મહામારીના કારણે ખેલાડીઓ માટે ઘણું બદલાયું છે અને તેથી તંદુરસ્તી એકદમ મહત્વપૂર્ણ રહેશે. રૈનાએ કહ્યું, ‘સારી બાબત એ છે કે અમે ટૂંક સમયમાં યુએઈ જઈશું. તેથી મને લાગે છે કે તે આ સમયે ભેજવાળી રહેશે. તાપમાન ૪૦ની આસપાસ હશે રેતીનું તોફાન આવી શકે છે, પરંતુ દુબઈની સારી વાત એ છે કે ત્યાં જવા અને મુલાકાત લેવામાં કોઈ તકલીફ નહીં પડે. તમે ૪૫ મિનિટમાં દુબઈથી અબુધાબી પહોંચી શકો છો. ત્યાંથી શારજહા માત્ર ૪૦ મિનિટમાં.

Related posts

આઇપીએલ હરાજીમાં સામેલ થશે ૨૯૨ ખેલાડીઓઃ બીસીસીઆઈએ જાહેર કર્યું લિસ્ટ…

Charotar Sandesh

યુવરાજસિંહ વિરુદ્ધ હરિયાણામાં નોંધાઈ ફરિયાદ, થઇ શકે છે ધરપકડ…

Charotar Sandesh

BCCI ટીમ ઇન્ડિયામાં ઓપનરને લઇ નારાજ, કેપ્ટન વિરાટ કોહલી પર ઉઠ્યા સવાલ

Charotar Sandesh