Charotar Sandesh
ગુજરાત

ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ તો જાહેર થઇ ગયું, પરંતુ વિદ્યાર્થીઓ નહી જોઇ શકે…

  • ધોરણ-૧૦ના ૮.૬૦ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર સ્કૂલો જ જોઈ શકશે રિઝલ્ટ…
  • સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે…

ગાંધીનગર : ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે બોર્ડ સહિત ધોરણ ૧થી ૧૨ સહિતનાં તમામ ધોરણોની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. જો કે માસ પ્રમોશન માટે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અનુસાર હવે પરિણામ તૈયાર થઇ ચુક્યા છે.

સરકાર દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે સાંજે ૮ વાગ્યે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, આ પરિણામ કોઇ વિદ્યાર્થી નહી જોઇ શકે પરંતુ માત્ર શાળાઓ જ જોઇ શકશે.

કોરોના મહામારીને કારણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે ૮ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. gseb.org પર પરિણામ ૮ વાગ્યાથી જોવા મળશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે.

ધોરણ ૧૦નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે.. દા.ત. ત્રણ પરીક્ષામાં ૫૦ ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ ૫૦ ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં ૪૦, બીજીમાં ૩૦ અને ત્રીજીમાં ૭૦ માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.૯માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

Related posts

રૂપાણી સરકારને મોટો ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો…

Charotar Sandesh

કોરોનામાં ચિંતાજનક વધારો : ગુજરાતમાં આજે નવા ૪૨૧૩ કેસ નોંધાયા

Charotar Sandesh

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે…

Charotar Sandesh