Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ધોરણ ૧૨ના પરિણામ અંગે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ખાસ નોંધ…

  • ધોરણ-૧૨ના નિયમિત ઉમેદવારોના તમામ પ્રવાહના ગુણાંકન પધ્ધતિથી તૈયાર થનારા પરિણામથી અસંતોષ હોય તેવા વિધ્યાર્થિઓએ તેમના પરિણામ બોર્ડમાં કરાવી દેવાનું રહેશે…
  • વિદ્યાર્થીઓએ પરિણામ પ્રસિધ્‍ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવી દેવાનું રહેશે…

આણંદ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગુણાંકન પધ્‍ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવનાર છે. આ પરિણામ પ્રસિધ્‍ધ થયેથી કોઇ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થીઓએ પરિણામ પ્રસિધ્‍ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવી દેવાનું રહેશે.

આવા જે વિદ્યાર્થીઓ હશે તેમાના માટે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવનાર છે જેની ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની માન્‍યતા ધરાવતી તમામ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નોંધ લેવા ગાંધીનગરના ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સચિવ શ્રી ડી. એસ. પટેલએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Related posts

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને કારણે જળસપાટીમાં વધારો : જળાશય ૯૮.૭૧ ટકા ભરાયું

Charotar Sandesh

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાની સેવામાં સમર્પિત

Charotar Sandesh

ક્રાઈમ : ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી હેરાફેરી કરતાં ત્રણ શખ્સો પકડાયાં

Charotar Sandesh