Charotar Sandesh
ગુજરાત

ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ જાહેર : A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 44…

સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા અને લીમખેડાનું 23.02 ટકા સૌથી ઓછું પરિણામ…

આજે રાજ્યનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૧,૧૬,૪૯૪ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૧.૩૪% પરિણામ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.

રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર : ધ્રોલ (૯૧.૪૨%)
રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર : લીમખેડા (૨૩.૦૨%)
રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો : રાજકોટ (૮૫.૬૯%)
રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો : છોટા ઉદેપુર (૩૨.૬૪%)
કુલ કેન્દ્રો : ૧૩૯
૧૦૦ % પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા : ૩૬
A૧ ગ્રેડ માં વિદ્યાર્થીઓ : ૩૬
A ૨ ગ્રેડ માં વિદ્યાર્થીઓ : ૨૫૭૬

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું. ધો. 12 સાયન્સનું 2019-20નું આ વર્ષનું 71.34 ટકા પરિણામ જાહેર થયું છે. સવારે આઠ કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 1,43,278 પરીક્ષાર્થી નોંધાયેલા હતા જે પૈકી 1,42,117 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ બાદ માર્કશીટ વિતરણ અંગે હવે પછી જાહેરાત કરાશે. ધો.૧૨ સાયન્સનું પરિણામ કોરોનાના કહેર વચ્ચે પણ બોર્ડે સમયસર જાહેર કરવામાં સફળતા મેળવી છે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. સૌથી વધુ ધ્રોલ 91.42 અને સૌથી ઓછું લીમખેડા 23.02 ટકા પરિણામ રહ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 36 રહી છે. ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ ઉંચું છે. એ ગ્રુપનું પરિણામ 76.62 ટકા જ્યારે બી ગ્રુપનું પરિણામ 68.21 ટકા રહ્યું છે. A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 44 જ રહી છે જ્યારે A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2576 રહી છે.

Related posts

રાજ્યમાં ૫૨% વરસાદ પડતા ૪૨ ડેમો છલકાયાં…

Charotar Sandesh

ચિંતાજનક : ગુજરાતમાં ટીબી કરતા એઇડ્‌સના દર્દીઓની સંખ્યા વધુ…

Charotar Sandesh

આજે ચંદ્રગ્રહણ : સાંજે ૫.૨૩ થી ૬.૧૯ સુધી ચંદ્રગ્રહણનો સમય, જુઓ શું ન કરવું ?

Charotar Sandesh