- ધોરણ 9ની જૂનમાં અને 10-12ની પરીક્ષા મે 2021એ લેવાશે…
ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) સોમવારી જાહેર કરી દીધી છે. SOP પ્રમાણે બે-ત્રણ સપ્તાહ સુધી બાળકોનું કોઈ એસેસમેન્ટ થશે નહીં. વિદ્યાર્થીઓના મેન્ડલ હેલ્થ અને ઈમોશનલ સેફ્ટી પર પણ ધ્યાન આપવુ પડશે. કેમ્પસમાં ઈમર્જન્સી કેર ટીમ બનાવવી પડશે.
માતાપિતાની સહમતિથી જ બાળકોને શાળાઓ બોલાવી શકાશે.
– શાળા કેમ્પસના તમામ એરિયા, ફર્નીચર, ઈક્વિપમેન્ટ, સ્ટેશનરી, સ્ટોરેજ પ્લેસ, વોટર ટેન્ક, કિચન, વોશરૂમ, લેબ, લાઈબ્રેરીની સતત સાફ-સફાઈ થાય તથા આ જગ્યાઓને ડિસઈન્ફેક્ટ કરવામાં આવે.
– શાળાને ઈમર્જન્સી કેર સપોર્ટ ટીમ અથવા રિસ્પોન્સ ટીમ, જનરલ સપોર્ટ ટીમ, કમોડિટી સપોર્ટ ટીમ, હાઈજીન ઈસ્પેક્શન ટીમ બનાવવી પડશે તથા તે અંતર્ગત જવાબદારી વહેચવાની રહેશે.
ગાંધીનગર : કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ ૬ મહિનાથી બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાને લઇ ચિંતિત હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે.
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. જે અનુસાર વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમને ઓછો કરી દેવામાં આવ્યો છે. ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધોરણ ૯થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં જે ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તે એક વર્ષ માટે લાગુ રહેશે. શાળાઓને આ વિશે ટુંક જ સમયમાં વધુ જાણકારી આપી દેવામાં આવશે કે કેવી રીતે માધ્યમિક બોર્ડે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે. અહિં મહત્વની વાત એ છે કે, જે અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવ્યો છે તેની અંદર આવતા સવાલો પરીક્ષામાં પૂંછવામાં આવશે નહી.
- ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ અંગેની દ્વિધા મુખ્યમંત્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ શિક્ષણવિદો સાથે ચર્ચા કરી હતી. 21 મેના રોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જૂનમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવામાં આવશે.