Charotar Sandesh
ઈન્ડિયા

નરેન્દ્ર મોદીએ સૌથી વધુ સમય બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો…

પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો રેકોર્ડ તોડ્યો…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પીએમ મોદીએ સૌથી વધારે સમય સુધી બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. વાજપેયીએ પોતાના તમામ કાર્યકાળ મળીને ૨૨૬૮ દિવસ સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતાં. તેઓ અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતાં. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પાછળ છોડી દીધા છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે ૨૬મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યાર બાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી અને નરેન્દ્ર મોદી ફરી દેશના વડાપ્રધાન બન્યા.
વાજપેયી ૩ વાર ભારતના વડાપ્રધાન રહ્યાં. પહેલીવાર તેઓ ૧૯૯૬માં વડાપ્રધાન બન્યાં પણ બહુમત સાબિત ના કરી શક્યા. ત્યાર બાદ તેઓ ફરી ૧૯૯૮માં વડાપ્રધાન બન્યા. તે દરમિયાન તેઓ ૧૩ મહિના માટે વડાપ્રધાન રહ્યાં. જ્યારે ૧૯૯૯માં તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને ૨૦૦૪માં પોતાનો કાર્યકાળ પુરો કર્યો. આમ ભારત આઝાદ થયું ત્યારથી ૨૦૦૪ સુધીમાં અટલ બિહારી વાજપેયી જે એવા બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતાં જેમણે પોતાનો ૫ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો.
સૌથી લાંબા સમય સુધી દેશના વડાપ્રધાન પદે રહેનારા નેતાની વાત કરવામાં આવે તો આ વિક્રમ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નામે છે. તેઓ ૧૬ વર્ષ અને ૨૮૬ દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યાં. બીજા નંબરે નેજરૂની દિકરી ઈંદિરા ગાંધી છે જે ૧૫ વર્ષ ૩૫૦ દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.

Related posts

ભાજપના નેતાઓ જય શ્રીરામ બોલે છે, શું તેમણે એક પણ રામ મંદિર બનડાવ્યું?

Charotar Sandesh

મોરેટોરિયમમાં લોન પર વ્યાજ માફ કરવાની અરજી પર જવાબ આપે કેન્દ્ર – આરબીઆઇ

Charotar Sandesh

મોદીએ કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો જાહેર કર્યો, ૯.૫ કરોડ ખેડૂતોને લાભ…

Charotar Sandesh