Charotar Sandesh
સ્પોર્ટ્સ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને આઇસીસીએ એવરેટ રેટિંગ આપ્યું…

કોઈ પ્રતિબંધ નહીં લાગે…

અમદાવાદ : શ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પેચ અંગે ઇંગ્લેન્ડ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે ગુજરાતના ક્રિકેટ રસિકો સહિત ભારતીય ચિંતામાં વધારો થયો હતો.ત્યારે ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેની વચ્ચે હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને જીસીએ માટે રાહતના સમાચાર છે. આ રાહતનું કારણ છે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી અને ચર્ચાસ્પદ બનેલી ત્રીજી ટેસ્ટ મેચ. આ પિંક બોલ ટેસ્ટનીપીચ અને આઉટફિલ્ડને આઇસીસીઆઇ ‘એવરેજ’ રેટિંગ આપ્યું છે. એટલે કે, હવે તેના પર કોઈ પ્રતિબંધ લાગશે નહીં.આ સમાચાર પ્રાપ્ત થતાં જ ગુજરાતના ક્રિકેટ વર્તુળોમાં તેમજ ક્રિકેટ રસિયાઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
ક્રિકેટના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સામાન્ય રીતે દરેક મેચ બાદ પીચ અને આઉટફિલ્ડને પાંચ પ્રકારના રેટિંગ મળે છે. વેરી ગૂડ, ગૂડ, એવરેજ, પૂઅર અને અનફિટ.નિયમ મુજબ કોઈપણ ઈન્ટરનેશનલ વનડે, ટેસ્ટ અથવા તો ટી-૨૦ મેચ પૂરી થયા બાદ પિચ અને આઉટફિલ્ડનો રિપોર્ટ આપવો ફરજિયાત છે. મેચ રેફરી પોતાની માર્ક સાથે આઇસીસીને રિપોર્ટ આપે છે. અમદાવાદ ટેસ્ટના મેચ રેફરી પૂર્વ ક્રિકેટર જવગલ શ્રીનાથ હતા, તો તેમણે જ આઇસીસીને રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટને આધારે આઇસીસી પિચ અને આઉટફિલ્ડના રેટિંગ જે તે ક્રિકેટ બોર્ડ સાથે શૅર કરે છે. આ રેટિંગને આધારે સુધારા-વધારા સાથે જ આગામી મેચ માટે પિચ તૈયાર કરવામાં આવે છે.

Related posts

IPLમાં ૮૦ લાખમાં ખરીદાયેલ રીંકુ સિંહ ક્યારેક મારતો હતો ઝાડું…

Charotar Sandesh

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૩૮ રનમાં ઓલઆઉટ, ભારતના બે વિકેટે ૯૬ રન…

Charotar Sandesh

સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગેની બુક લોન્ચ કરી, ધોની-વિરાટ અંગે ઘટસ્ફોટ

Charotar Sandesh