Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

નિસર્ગ ઈફેકટ ! ગુજરાતના 29 તાલુકા તથા મુંબઈમાં વરસાદ… ગુજરાત ઉપરથી ખતરો ટળ્યો…

તાપીમાં બે ઈંચ ખાબકયો: અમદાવાદ, વલસાડ, સુરત, મહીસાગર, ખેડા સહિતના જીલ્લાઓમાં હળવો વરસાદ: મહારાષ્ટ્રમાં પવન-ગાજવીજ સાથે મેઘસવારી…

વાવાઝોડાની અસરથી રાજયભરમાં પવનનું જોર રહેશે : સૌરાષ્ટ્રમાં કોઈ અસર જોવા મળશે નહિં : હવામાન ખાતુ

રાજકોટ : અરબી સમુદ્રમાં સર્જાયેલી નિસર્ગ વાવાઝોડા સિસ્ટમની અસરે મુંબઈ-મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતના 29 તાલુકાઓમાં ઝરમરથી માંડીને બે ઈંચ સુધી વરસાદ થયો હતો. મુંબઈમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં તાપી જીલ્લાના વાલોદમાં બે ઈંચ વરસાદ પડયો છે. જયારે ભાવનગરમાં તથા અમરેલીના ધારી, લીલીયા તથા સુરતના મહુવામાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. આ સિવાય ગાંદીનગરના દેહગામ, મહીસાગરના કડાણા, ડાંગ, ખેડા, સુરતના માંડવી, વલસાડના કપરાળા, ગાંધીનગરના માણસા તથા અમરેલીના બગસરામાં અર્ધો-અર્ધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુરતના ઉમરપાડા, પલસાણા, ખેડાના કપડવંજ, માતર, મહેમદાબાદ, નડીયાદ, અરવલ્લીના માલપુર, અમદાવાદ શહેર, મહીસાગરના લુણાવાડા, સંતરામપુર, દાહોદના ફતેપુરા, તાપીના સાનગઢ, બોટાદ, નવસારીના જલાલપોરમાં પણ ઝાપટા પડયા હતા અને વાતાવરણ પલ્ટો થયો હતો.

હાલ પુરતુ ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયુ છે. વાવાઝોડુ ‘નિસર્ગ’ હવે ગુજરાત નહિં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. જો કે આ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાની કોઈ જ અસર જોવા નહિં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.

મુંબઈમાં પણ મેઘસવારી હતી. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ બની રહ્યા બાદ અનેક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. મુંબઈના ધારાવીમાં સવા ઈંચ વરસાદ થયો હતો. થાણે તથા પાલઘરમાં પણ થોડો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આવતા બે દિવસે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ વેધશાળાએ જાહેર કર્યુ છે કે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

Related posts

પાણી મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત કોંગ્રેસે બનાવ્યો આ પ્લાન

Charotar Sandesh

ભાદરવી પૂનમનો મેળો બંધ રહેવાની શક્યતાથી ૧ મહિના પહેલા જ સંઘ શરૂ

Charotar Sandesh

કિશન ભરવાડ મર્ડર કેસમાં ગૃહમંત્રી સંઘવીએ આપ્યુ નિવેદન : ૨૦ દિવસની દિકરીને ન્યાય અપાવીશુ

Charotar Sandesh