મુંબઈ : બોલિવૂડમાં ઉંમરને માત આપીને કમબેક કરનારી હિટ અભિનેત્રી નીના ગુપ્તા હાલમાં એક પછી એક નવા ખુલાસા કરી રહી છે અને ચર્ચામાં આવી રહી છે. તેની એક્ટિંગ પણ શાનદાર અને જબરદસ્ત હોય છે. લોકો તેના દિવાના બની રહ્યા છે. ફરી એકવાર તેણે એવી વાત કરી કે, લોકોના મોઢે ચર્ચાઈ રહી છે. તેણે શાહરૂખ અને ઋતિક સાથે રોમાન્સ કરવાની વાત કરી છે.
એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં નીનાએ કહ્યું કે, હું એવું ઈચ્છું છું કે બોલિવૂડમાં એવો સમય આવે જ્યાં હુ શાહરૂખ ખાન અને ઋતિક રોશન સાથે રોમાન્સ કરી શકુ. અભિનેતાને તેનાથી ૨૦-૨૫ વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરતાં જોયા છે. માટે હવે એવો સમય પણ આવવો જોઈએ કે જ્યાં મોટી અભિનેત્રીને પણ એનાથી નાની ઉંમરના અભિનેતા સાથે કામ કરવાનો મોકો મળે.
જો કે, નીનાએ એવું સ્વીકાર્યું કે, આવું થવામાં ઘણો સમય લાગી શકે છે. પણ મારી તો ફુલ ઈચ્છા છે કે, ઋતિક અને શાહરૂખ સાથે કામ કરવાની. રણબીર સાથે રોમાન્સના સવાલ પર જવાબ આપ્યો કે, હું રણબીર સાથે પણ રોમાન્સ કરી શકું છું. પરંતુ આપણા દેશમાં એના માટે હજુ ઘણો સમય લાગી જશે.